તૃષાર પટેલ/વડોદરા: ભારત સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી સમાજને ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 94 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વડોદરાનાં જાણીતાં ચિત્ર કલાકાર જ્યોતિભાઇ ભટ્ટને પણ પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવશે. સંખ્યાબંધ તૈલચિત્રો તેમજ કેનવાસ પેઇન્ટિંગ દ્વારા સમાજને સંદેશો આપવાનું ઉમદા કાર્ય કરનાર 84 વર્ષનાં જ્યોતિ ભટ્ટની કલા કારીગરીની સરકારે કદર કરતાં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવાનું નક્કી કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિ ભટ્ટે કરી પદ્મશ્રી પુરસ્કાર પ્રત્યે પોતાની લાગણી, ક્લાક્ષેત્રે તેમની અત્યાર સુધીની સફર અંગે ખાસ વાત કરી હતી. માર્ચ 1934માં ભાવનગરમાં જન્મેલા જ્યોતિ ભટ્ટે વડોદરાને પોતાની કર્મભૂમિ બનવી હતી. વર્ષોથી વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ચિત્ર કલા ક્ષેત્રે કામ કર્યું છે. ચિત્ર ,ફોટોગ્રાફી,પ્રિન્ટિગ,મેકિંગ અને લેખનમાં માહિર જ્યોતિ ભટ્ટે અનેક દેશોના પ્રવાસો કાર્ય્ર છે અને પોતાના ચિત્ર પ્રદર્શનો પણ યોજ્યા છે.  1956માં રાષ્ટ્રપતિ સુવર્ણ પદક મેળવી ચૂકેલા જ્યોતિ ભટ્ટે આ વખતે કોઈજ પદ્મશ્રી માટે કોઈજ અરજી કરીના હતી.


વડોદરા: રેલવે સ્ટેશનમાં 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાયો, આખુ વર્ષ બનશે શોભાનું કેન્દ્ર


જો કે તેમાં વિદ્યાર્થીઓએ કેમ્પેઇન ચલાવ્યું હતું અને તેમને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરમાં એક કારખાનું ચલાવતા પિતાને ત્યાં જન્મ થયો અને પરિવાર આખું આઝાદી પહેલાથી નેતાઓ સાથે સંકળાયેલુ  અને રમતગમત  અને જીવન ઘડતર નું કામ કરતી સંસ્થા ચલાવતા પરિવારમાંથી આવતા જ્યોતિ ભટ્ટે વડોદરામાં હજારો વિદ્યાર્થીઓને ચિત્ર ક્ષેત્રમાં પારંગત બનાવ્યા છે. અને સાથે સાથે ચિત્ર ની સમજ ચિત્રકાર માં અંદર આવે તેવા પ્રયાસો કરતા હતા ફળ સ્વરૂપે આજે તેમના વિદ્યાર્થી ઓ દેશ વિદેશ માં છે.