પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના પાંડેસરામાં મોર્નિંગ વોકમાં નીકળેલા વેપારીને લૂંટી લેનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 4 બદમાશોએ ચપ્પુ બતાવી મોબાઇલ, રોકડ અને મોપેડ મળી 55 હજારની લૂંટ કરી ભાગી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તો ટ્રેલર હતું! હજુ આવતીકાલે છે મોટો ખતરો! ગુજરાતના આ 6 જિલ્લાનું કાઢી નાંખશે ફેણ!


સુરતમાં મોર્નિંગ વોક માટે નીકળનાર લોકો ચેતી જજો. સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગ ના વેપારી સાથે લૂંટની ઘટના બની છે.52 વર્ષીય ઓમપ્રકાશ શુક્લા પાંડેસરા- અલથાણ ખાડી બ્રિજના કિનારે વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા. તે વખતે લૂંટારૂએ વેપારીને ચપ્પુથી ડરાવી તેનો મોબાઈલ, રોકડ રૂ.100 અને મોપેડ મળી 55,100ની મતા લૂંટ કરી ભાગી ગયા હતા. લૂંટારોએ ધમકી આપતા વેપારીને કહ્યું કે, આ બાબતે પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખીશ. આ મામલે વેપારીએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે. 


ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે! પાલનપુર-દાંતીવાડામાં મેઘાએ 2 કલાકમાં વાળી દીધું સત


પાંડેસરા પોલીસે વેપારીની ફરિયાદ ના આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. આખરે પોલીસે બાતમીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશ નગર ચોકડી મહાદેવ નગરમાં રહેતો 18 વર્ષીય આરોપી રજનીસ રાજુભાઈ રાજભર, પાંડેસરા મારુતિ નગરમાં રહેતો 23 વર્ષીય વિજ્ઞેશ વિજયભાઈ રાવત સહિત કાયદાના સંઘર્ષમાં આવતા બાળકિશોરને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ હોન્ડા કંપનીની એકટીવા મોપેડ, રોકડ 100 રૂપિયા કબજે કર્યા હતા. સાથે જ લૂંટમાં વાપરેલ રેમ્બો ચપ્પુ, ઈલેક્ટ્રીક મોપેડ બાઈક, હોન્ડા કંપનીની મોટર સાયકલ કબજે કરી હતી. 


કીડીઓથી એક ચપટીમાં મેળવો છુટકારો, વગર કેમિકલે રસોડામાંથી શું આખા ઘરમાંથી ભાગી જશે


પોલીસ પકડવા ઉભા આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપવા ઈલેક્ટ્રીક મોપેડ બાઈકની ખરીદી કરી હતી. વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા હતા.હાલ પાંડેસરા પોલીસે એક બાળકિશોર સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્યારે લૂંટીની ગુનામાં ફરાર એક આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાય છે.