મૌલિક ધામેચા/અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમદાવાદ પ્રવાસ છે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ દેશની હાલની તણાવ ભરી સ્થિતિને લઈ વડાપ્રધાનની મુલાકાત સ્થળે રાજયની પોલીસ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન બે દિવસ દરમ્યાન સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે વર્તમાન પરિસ્થિતિને લઈને પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. અને ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે એટીએસને સ્ટેન્ડ બાય રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ સક્રિય કરી દેવામાં આવી છે. જેને લઈ એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયા ધામ ,અડાલજ અને વસ્ત્રાલ સહિતના સ્થળો પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ધામ ખાતે 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે. એટલું જ નહિ સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હોક્સ્ક્વોડ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વર્જ વાહન, એનએસજી ટિમ, એસઆરપી, સીઆરપીએફ તહેનાત રખાઈ છે. તો વિશ્વ ઉમિયાધામ ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ બહાર જ સુરક્ષાને ધ્યાને રાખી હેલિપેડ બનાવામાં આવ્યું છે.