ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના પંચાયતનગરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસનાં જુદા જુદા વિભાગોની યુનિટીથી રાજસ્થાન અને અમદાવાદ થી ત્રણ શખસોને દબોચી લીધા છે. યુનિવર્સિટી પોલીસ, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે આ તસ્કર ટોળકીને પકડીને મુદામાલ કબજે કરી સઘન પૂછતાછ હાથ ધરી છે. જૂઓ કોણ છે આ તસ્કરો અને કેવી રીતે આપ્યો હતો ચોરીને અંજામ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉ.ગુજરાત થયું જળબંબાકાર! પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ, જાણો ક્યાં કેવી કરી હાલત?


રાજકોટ પોલીસના જાપતામાં રહેલા આ શખ્સોને જૂઓ...જેના નામ છે કમલેશ ફુલારામ માલી, અરવિંદસિંગ મોહબબતસિંગ ચૌહાન અને અગરરામ વરજોંગારામ ચૌધરી...આ ત્રણેય શખ્સો મુળ રાજસ્થાનના રહેવાસી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા હતા. આરોપીઓ પર આરોપ છે ઘરફોડ ચોરીને અંજામ આપવાનો. સમગ્ર હકીકત પર નજર કરીએ તો, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં રહેતાં 66 વર્ષીય કમલેશભાઈ મહેતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 10 ઓગસ્ટ 2024ના તેઓ પત્ની સાથે ઘરને તાળુ મારી તેમના ગુરુનો આશ્રમ ધરમપુર વલસાડમાં આવેલા છે ત્યાં ગયા હતા. 


કુદરત તારા ખજાને ખોટ શું પડી? જામનગરમાં દુઃખદ ઘટના, વરસાદ બાદ સર્વેની કામ જોતા જોતા.


તારીખ 30 ઓગષ્ટના તેમના સાળા હેતુલભાઇ ગાઠાણીનો ફોન આવ્યો અને વાત કરી કે, તેમના ફોનમાં સામે રહેતા પોડોશીનો ફોન આવ્યો હતો અને તમારા દરવાજાના તાળા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. જેથી ઘરમાં જઈ જોયુ તો મારા ઘરમાં ચોરી થઈ હોવાનુ સામે આવ્યું હતું. અજાણ્યાં શખસો ચોરી કરી નાસી છૂટ્યા હતાં બાદમાં તેઓ ઘરે આવ્યા અને ઘરમાં તપાસ કરતાં બેડ રૂમમાં કબાટ હતો અને તેમાં એક લોકર બનાવ્યું હતું, જે આખુ લોકર કાઢી તસ્કરો લઇ ગયા હતાં. જેમાં સોનાના દાગીના, રોકડ, ટેબ્લેટ, પાસપોર્ટ અને 1100 ડોલર મળી કુલ 9.06 લાખના મુદામાલની કોઈ અજાણ્યાં શખસો ચોરી કરી નાસી છૂટ્યા હતાં. જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 


ભજ્જીએ કરેલી એક વાતે બદલી નાંખી કોહલીની કરિયર, ભારતને મળ્યો વિક્રમ સર્જક 'વિરાટ'


પોલીસના બાતમીદારોએ માહિતી આપી હતી કે, પંચાયતનગર શેરી નં.૨(ક) આદીનાથ મકાન ખાતે થયેલ ચોરીના ગુન્હામાં કમલેશ ફુલારામ માલી તથા અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાન તથા અગરારામ વરજોંગારામ ચૌધરી નાઓ સંડોવાયેલ છે. જે મળેલ ચોક્કસ હકિકત બાબતે ટેકનીકલ સોર્સ તથા હયુમન સોર્સથી તપાસ કરતા ચોરી કરનાર કમલેશ ફુલારામ માલી નાઓ વસ્ત્રાલ અમદાવાદ તથા અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાન તથા અગરારામ વરજોગારામ ચૌધરીને રાજસ્થાન સીરોહી ખાતે હોવાની તેમજ અગાઉ ઘરફોળ ચોરીમાં પકડાયેલ હોવાની ચૌકકસ માહિતી મળેલ હતી. ક્રાઇમ બ્રાંચ તથા એલ.સી.બી. ઝોન-૨ તથા ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને દબોચી લીધા હતા. પુછપરછ કરતા યુની. રોડ પંચાયતનગર શેરી નં.૨(ક) આદીનાથ મકાન ખાતે થયેલ ચોરી કરેલાની કબુલાત આપેલ હોય જેથી આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 


5 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થયો શરૂ, રાજાઓ જેવું જીવન જીવશો તો પણ નહીં ખૂટે રૂપિયા


રાજસ્થાનથી ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા
ફરિયાદના આધારે યુનિ. પોલીસ, એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી ઝોન-2ની ટીમે સઘન તપાસ હાથ ધરતાં તસ્કરોનું પગેરું રાજસ્થાન નીકળ્યું હતું. જેથી પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઈ હતી અને ત્રણ તસ્કરોને ઝડપી રાજકોટ લાવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસે થી પોલીસ 7 લાખ 5 હજારના સોનાના દાગીના, સિલ્વર કલરનું ગેલેક્સી ટેબ્લેટ, તૂટેલું લોકર, બે મોંઘી લેડીઝ ગોલ્ડ કલરની ઘડિયાર, બે પાસપોર્ટ, લેડીઝ પર્સ, 13450ની રોકડ રકમ ઓમાન કરન્સી, ત્રણ મોબાઈલ ફોન સહિત 7 લાખ 55 હજાર 450નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.


રાહ જોવામાં રહી જશો! સોનાના ભાવ આજે પણ ઘટ્યા, ઘટેલા ભાવનો  ફાયદો ઉઠાવો..લેટેસ્ટ રેટ


કેવી રીતે આપ્યો ચોરીને અંજામ ?
પોલીસના કહેવા મુજબ, ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના છે. રાજકોટમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. 20 દિવસ થી બંગલો બંધ હતો. જેમાં આરોપી કમલેશ માલીએ રેકી કરી હતી. ત્રણેય આરોપીઓએ ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. જોકે ઘરમાં CCTV લાગેલા હોવાથી બાંગ્લાની પાછળ આવેલી બારીની ગ્રીલ તોડી અંદર એક તસ્કરે પ્રવેશ લીધો હતો અને પછી બે શખ્સોને મુખ્ય દરવાજો ખોલી પ્રવેશ કરાવ્યો હતો. 


મુકેશ અંબાણીએ બધાની બોલતી બંધ કરી, લાવ્યા જબદસ્ત મસ્ત પ્લાન, સસ્તામાં 12 OTTની મજા


હાલ પોલીસે ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી કમલેશ માલી અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે અરવિંદસિંગ મોહબબતસિંગ ચૌહાન સુરતના મહિધરપુરા અને રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ ત્રીજા આરોપીની કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ પોલીસે માહિતી એકત્ર કરી તપાસ શરૂ કરી છે. પોલીસના સૂત્રોના કહેવા મુજબ આરોપીઓ હજુ વધુ ઘરફોડ ચોરી અંગે છુપાવી રહ્યા છે જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.