ઉદય રંજન/ અમદાવાદ : ગુજરાત ના ક્યાં કુખ્યાત ગુનેગારને પોતાના એન્કાઉન્ટરનો ડર છે શું પોલીસ એન્કાઉન્ટર કરશે ?  ડર કુખ્યાત આરોપી અને જેલ માં રહીને ખંડણી નેટવર્ક ચલાવનાર એવા વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નવા કાયદા ગુજસીકોટ મુજબ તમામ આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચ તરફ થી 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વિશાલ નું એન્કાઉન્ટર થશે એવો ડર વ્યક્ત કર્યો છે. કોર્ટ માં વર્ષ 2011-12 માં અમદાવાદમાં તરખરાટ મચાવનાર ગેંગ વિશાલ ગોસ્વામી ને એન્કાઉન્ટરની ભીતિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદારનગરમાં અંગત અદાવતમાં બે ભાઇઓ પર હૂમલો, એકનું ઘટના સ્થળે જ મોત


વિશાલ ગોસ્વામી ગેંગ પર 27 ગુના નોંધાયા છે. વિશાલ ગોસ્વામીની ગેંગ ના નિશાને હતા જવેલર્સ માલિક આ ગેંગએ લૂંટ, હત્યા, ફાયરિંગ હત્યા સહીત લૂંટના ગુના કર્યા છે. વિશાલની ધરપકડ બાદ ખંડણીનો ધંધો શરુ કર્યો. જેલમાં બેઠા બેઠા ઉઘરાવતો હતો. ખંડણી અનેક વેપારી એ પૈસા ચૂકવ્યા છે. વિશાલ વિશાલની તપાસમાં થશે અનેક નવા ખુલાસા 
આરોપીનાં વકીલે દલીલ કરી કે, માત્ર ઇન્ટ્રોગેશન માટે 30 દિલસનાં રિમાન્ડ ન આપવામાં આવે. આ સાથે વકીલે દહેશત પણ વ્યક્ત કરી કે, આરોપીઓનું એનકાઉન્ટર પણ થઇ શકે છે. 


સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, વનતંત્ર દોડતું થયું


જો કે કોર્ટે તમામ બાબતોને ધ્યાને લેતા આરોપીઓના 27મી તારીખનાં ચાર વાગ્યા સુધીનાં સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડના કારણો જોવા જઈએ તો આ આરોપીઓ જેલમાં કઇ રીતે અને કોની કોની સાથે વાતો કરતો હતો, સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક શરૂ કરનારા વિશાલ ગોસ્વામીએ છેલ્લા 8 મહિનામાં વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. 


વલસાડ: 3 મહિનામાં 90 હજાર રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપીંડી


દર મહિને બેથી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વિશાલ ગોસ્વામી, તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો. વિશાલ ગોસ્વામી વર્તમાન પાત્રોમાંથી જાહેરાત વાંચી વાંચી વેપારીને ફોન કરી ખંડણી માંગતો હતો. તો બીજી તરફ પોલીસ ના સૂત્ર જણાવી રહયા છે કે વિશાલ ગુજરાતની વિવાદાસ્પદ જમીનની મેટર પર સુલટાવતો હતો. જેલમાં બેઠા બેઠા ત્યારે ક્રાઇમ બ્રાંચે આ ફોન રેકોર્ડિંગ મેળવી વોઇસ ટેસ્ટ એફએસએલમાં કરાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube