રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં (Vadodara) રહેતા વોર વેટરન વિંગ કમાન્ડર (War Veteran Wing Commander) વિજય કર્ણિકના જીવન પર ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક ધુધૈયાએ 'ધ પ્રાઈડ ઓફ ભુજ' (The Pride Of Bhuj) ફિલ્મ બનાવી છે. જેમાં ભારત પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે 1971 માં થયેલા યુદ્ધની સ્ટોરી ફિલ્મમાં (Movie) બતાવવામાં આવી છે, ત્યારે કોણ છે વિજય કર્ણિક (Vijay Karnik) અને યુદ્ધમાં શું હતી તેમની ભૂમિકા જુવો આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત (India) દેશની રક્ષા દેશના જવાનો કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં (Vadodara) રહેતા વોર વેટરન વિંગ કમાન્ડર (War Veteran Wing Commander) વિજય કર્ણિક દેશના એક એવા યોધ્ધા છે, જેમને ભારત દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ લડ્યા છે, વિજય કર્ણિકે (Vijay Karnik) દેશ માટે 1962, 1965 અને 1971 માં યુદ્ધ લડ્યા છે. વિજય કર્ણિક ઉપરાંત તેમના ત્રણેય ભાઈઓ પણ દેશની સેવામાં જોડાયા છે. વિજય કર્ણિકના ભાઈ વિનોદ કર્ણિક મેજર જનરલ, લક્ષ્મણ કર્ણિક વિંગ કમાન્ડર અને અજય કર્ણિક એર માર્શલ તરીકે દેશની રક્ષા કરી રહ્યા છે.


આ પણ વાંચો:- મહોરમ અંગે સૌથી મોટા સમાચાર, મુસ્લિમ આગેવાનો અને પોલીસની વચ્ચે બેઠકમાં લેવાયો આ નિર્ણય


મહત્વની વાત એ છે કે ભારત પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે વર્ષ 1971 માં થયેલ યુદ્ધમાં ચારેય ભાઈઓ સામેલ હતા. જેમાં વિજય કર્ણિક અને લક્ષ્મણ કર્ણિક ભુજ બેઝ પર ફરજ પર હતા, જામનગર એર બેઝ પર અજય કર્ણિક પાઇલોટ ઓફિસર તરીકે હતા જ્યારે રાજસ્થાન બોર્ડર પર કેપ્ટન વિનોદ કર્ણિક હતા. ચારેય ભાઈઓ પિતા શ્રીનિવાસ અને માતા તારાબાઈની પ્રેરણાથી દેશની સેવામાં જોડાયા. વર્ષ 1971 ના યુદ્ધમાં પાકિસ્તાને ભુજ એર બેઝના રનવે વે બોમ્બ મારો કરી રન વે ને ભારે નુકશાન પહોંચાડ્યું. જેના કારણે રન વે એરફોર્સ માટે બિનઉપયોગી બન્યો હતો.



આ પણ વાંચો:- માતા-પિતાએ 10 વર્ષથી દીકરીને રૂમમાં પુરી રાખી, અભયમ ટીમ તેની હાલત જોઈ ચોંકી ઉઠી


રન વેનું સમારકામ કરતાં કોન્ટ્રાકટર અને મજૂરો પણ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવતા બોમ્બિંગથી ગભરાઈ ભાગી ગયા હતા. તેવામાં વિજય કર્ણિક અને તેમના પત્નીએ ભુજના માધાપૂર ગામના સરપંચ અને મહિલાઓને રન વે બનાવવા માટે સમજાવ્યા. જેથી માધાપૂર ગામની 300 મહિલાઓએ ચાલુ યુધ્ધે, બોમ્બમારા વચ્ચે માત્ર 72 કલાકમાં જ ફરીથી રન વે તૈયાર કરી દીધો. જેનાથી એરફોર્સના અધિકારીઓએ ફરીથી ભુજથી પાકિસ્તાનના કરાચીમાં હુમલા શરૂ કર્યા. જેનાથી પાકિસ્તાને ઘૂંટણ ટેકી દીધા અને ભારતનો યુદ્ધમાં વિજય થયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube