રાજકોટની એક કંપનીએ 20 દિવસમાં N-95 માસ્ક બનાવતું મશીન બનાવ્યું, રોજનાં 25 હજાર માસ્ક
કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. વર્તમાન સમય જોતા આગામી સમયમાં પણ માસ્ક પહરેવું ફરજીયાત બની જાય તો પણ નવાઈ નહિ. ત્યારે રાજકોટની એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા નજીક ખીરસરા ગામથી આગળ આણંદપર ખાતે આવેલ એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન માત્ર 20 દિવસમાં બનાવવામાં આવ્યું હતું. એન-૯૫ માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન એન્જિનિયરો તથા ઈલેકટ્રોનિક સોફટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલીટી તેમજ ૧૫૦થી પણ વધારે માણસોની ટીમે દિવસ- રાત કામ કરી મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડ્યુ છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ: કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. વર્તમાન સમય જોતા આગામી સમયમાં પણ માસ્ક પહરેવું ફરજીયાત બની જાય તો પણ નવાઈ નહિ. ત્યારે રાજકોટની એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા નજીક ખીરસરા ગામથી આગળ આણંદપર ખાતે આવેલ એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન માત્ર 20 દિવસમાં બનાવવામાં આવ્યું હતું. એન-૯૫ માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન એન્જિનિયરો તથા ઈલેકટ્રોનિક સોફટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલીટી તેમજ ૧૫૦થી પણ વધારે માણસોની ટીમે દિવસ- રાત કામ કરી મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડ્યુ છે.
અમદાવાદ: ચાંદખેડામાં 22 શાકભાજી-કરિયાણાના વેપારી પોઝિટિવ, સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હતા
એન-૯૫ માસ્ક બનાવવા માટેના આ ફુલ્લી ઓટોમેટિક મશીનમાં ન્યૂ જનરેશન સ્કાડા બેઇઝ સર્વોનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ચાઈનીઝ કંપનીના હલ્કી ગુણવત્તાવાળા મશીન કરતાં સારી કવોલિટીના એન-૯૫ માસ્કનું ઉત્પાદન કરી શકે છે. એક હજારથી પણ વધુ પાર્ટસ ધરાવતું આ મશીન ફુલ્લી ઓટોમિક સાથે ઓટો ઇઅર લુપ અને લગભગ તમામ ઈન-હાઉસ પાર્ટસ સાથે તૈયાર કરેલ છે.
ગુજરાતમાં કોરોના ચિંતાજનક સ્તરે: આંકડો 5000ને પાર, 262 લોકોનાં મૃત્યુ નિપજ્યાં
એક મશીન દરરોજના ૨૫ હજાર માસ્કની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તેમજ આવતા બે મહિનામાં આવા બીજા પાંચ મશીન બનાવવાનો લક્ષ્ય ધરાવે છે. જેથી ટૂંકા સમયમાં લાખો માસ્ક તૈયાર કરી ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી શકાશે. ભારત સહિત લગભગ દુનિયામાં તમામ દેશોમાં માસ્કની અછત છે ખાસ કરીને સારી ગુણવત્તાના એન-૯૫ માસ્કની. સારી ગુણવત્તાના માસ્ક કોરોના જેવી મહામારીને રોકવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
વડોદરા: પરપ્રાંતિય દંપત્તી બાળકનું અપહરણ કરીને ભાગ્યું, સુરત પાસે ઝડપાઇ ગયું
એન-૯૫ માસ્ક કે જે ૯૫ ટકા એરબોર્ન પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે. ચાઈના જેવા દેશોમાંથી નબળી ગુણવતાવાળા મશીનો દુનિયાભરમાં પૂરા પાડવામાં આવે છે. પરંતુ અમારી કંપનીના ૧૫૦ ટીમ દ્વારા આ મશીનનું નિર્માણ કર્યુ છે અને એ પણ આધુનિક સ્પેરપાર્ટસ સાથે. આ મશીન બનાવવા આશરે ત્રણેક કરોડનો ખર્ચ થયો છે. આવતા દસેક દિવસમાં કાયમી પ્રોડકશન ચાલુ થઈ જશે. આગામી સમયમાં આ મશીન એસપોર્ટ પણ કરવામાં આવશે. શાહે જણાવેલ કે લોકોને એન-૯૫ માસ્ક પણ સારી ગુણવત્તાવાળા મળી રહેશે. માસ્ક બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. લોકોને એકદમ વ્યાજબી દરે આ માસ્ક મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube