અમદાવાદ : જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિકાસ કામોને ધીરે ધીરે વેગ આપવામાં આવી રહ્યો છે. નવા નવા પ્રક્લપોના લોકાર્પણ, ખાતમુહર્ત અને ભૂમિપૂજન થઇ રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરનાં એક બાદ એક બ્રિજનું લોકાર્પણ થઇ રહ્યું છે. તેવામાં થલતેજ - શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 55 કરોડનાં ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકાર તથા રેલવે મંત્રાલય દ્વારા શહેરનાં ખુબ જ વ્યસ્ત ગણાતા વિસ્તારમાં બનાવાયેલા બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે


શહેરનાં થલતેજ-શીલજ-રાંચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવાયો છે. રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. આ ટ્રેન જ્યારે પણ નિકળે ત્યારે ફાટક 10-15 મિનિટ સુધી બંધ રહે છે. તેવામાં કુલ 6 કલાકથી વધારે સમય આ ફાટક બંધ રહે છે. જેના કારણે ખુબ જ ટ્રાફિક થાય છે. આ ટ્રાફિક ક્લિયર થવામાં અડધો કલાક લાગી જાય છે. જો કે હવે આ બ્રિજ બની જવાને કારણે 10 લાખથી પણ વધારે લોકોનો કલાકો ન માત્ર સમય બચાવી શકાશે પરંતુ ફ્યુલ બચાવી શકાશે, પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. 


Gujarat: મોટા શહેરોને આંટી મારે તેવું છે આ રૂપકડું ગામ, દરેક ઘરમાં NRI, PICS જોઈને છક થશો


આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયા ફાળવાયા હતા જો કે 55 કરોડમાં જ કામ પુર્ણ કરી દેવાયું છે. જેથી અંદાજ કરતા ઓછા ખર્ચમાં રેલવે બ્રિજ તૈયાર થયો છે. આ બ્રિજનાં લોકાર્પણ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા. જ્યારે નીતિન પટેલ દ્વારા આ બ્રિજને લોકાર્પિત કરાયો હતો. આ પ્રસંગે અનેક પદાધિકારીઓ અને નાગરિકો પણ હાજર રહ્યા હતા. આ બ્રિજ બનવાનાં કારણે નાગરિકોને ખુબ જ મોટા પ્રમાણમાં રાહત મળશે તેવું પણ જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube