હિતલ પારેખ/ગાંધીનગર: લોકરક્ષક દળની લેવામાં આવેલા લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ લેખિત પરિક્ષાની આખરી જવાબવહી અને ઉમેદવારોના ગુણ જાહેર કરાવામાં આવ્યા હતા. દરેક કેટેગરીના કટ ઓફ માર્ક જાહેર કરીને આગામી 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ઉપર શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ કેટેગરીમાં પુરુષોમાં 65 કટઓફ માર્ક જ્યારે મહિલા ઉમેદવારો માટે ૪૩, એસીમાં પુરુષ માટે 58.25 જ્યારે મહિલા માટે ૪૧, એસટીમાં પુરુષ માટે 46.25 અને મહિલાઓ માટે 40 કટ ઓફ માર્ક રહેશે. જ્યારે એસઈબીસીમાં 58.75 અને મહિલાઓમાં 40 રહેશે.


[[{"fid":"203645","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Police.jpg","field_file_image_title_text[und][0][value]":"Police.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Police.jpg","field_file_image_title_text[und][0][value]":"Police.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Police.jpg","title":"Police.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


 મહત્વનું છે, કે લોકસક્ષક દળની ભરતીમાં પેપર લીક થતા મોટો વિવાદ સર્જાયો હતો. જેથી ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. પરીક્ષા 06-01-2019ના રોજ યોજવામાં આવી હતી. જેમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ પરીક્ષા આપી હતી. હવે 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ઉપર શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે.