સુરત : તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે. એમ સુરતની તાપીનદીના તટેથી આજે રાજ્યવ્યાપી 'નદી ઉત્સવ'નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં સોસાયટીઓની બહાર આંટા મારે છે સિંહો, રહેણાંક વિસ્તારમાં સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું


જ્યાં તાપી નદીના પાવન તટે મુખ્યમંત્રીએ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો.  મુખ્યમંત્રીએ 'નદી ઉત્સવ' નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. 


ફરી એકવાર દેશમાં ગુજરાત મોડલના ગુણગાન ગવાયા, આ વર્ષે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ગુજરાત અવ્વલ


આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે. તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં 'નદી ઉત્સવ'ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube