KHEDA: જેનું અન્ન ખાધું તેના જ ઘરમાં પાડ્યું ખાતર, માલિકની 15 વર્ષીય દિકરી સાથે શરૂ કર્યો રોમાન્સ
ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો.
યોગીન દરજી/ખેડા : ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો.
નવસારીમાં મતદાન અંગે બની છે શોર્ટ ફિલ્મ, અધિકારીઓ કરી રહ્યા છે વાહવાહી
આ આરોપીએ તેના જ ખેતર માલિકની 15 વર્ષીય દીકરી પર નજર બગાડી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપી, ફોસલાવી, પટાવી સગીરાને ભગાડી ગયો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે રહેતા રાજુભાઇ તાવીયાડ નામના એક મિત્રના ઘરે બળવંત આ સગીરાને લઈ ગયો હતો. જ્યાં બળવંતે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીર વયની દીકરીને તેની વાલીના કબજામાંથી લઈ જતા કપડવંજ પોલીસ મથકે અપહરણનો ગુનો દાખલ થયો હતો. જે દરમિયાન પોલીસે -યુવતી આને આરોપીને ઝડપી પાડતાં સમગ્ર મામલો નડિયાદ કોર્ટ પર પહોંચ્યો હતો.
વડોદરામાં ઉમેદવારે વિચિત્ર રીતે ભર્યું ફોર્મ, એટલા નાણા આપ્યા કે ચૂંટણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
જે બાદ આરોપી વિરુદ્ધ બળાત્કારની કલમ પણ ઉમેરાઈ હતી. કેસના અંતે નડિયાદ સેશન્સ કોર્ટના જજ ડી.આર.ભટ્ટ ના ઓએ આરોપી યુવાનને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ જુદી જુદી કલમો મુજબ દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આરોપી બળવંત જે ખેતરમાં મજૂરી કામે જતો હતો, તે જ ખેતર માલિકની દીકરી સાથે તેણે લાલચાવી, ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી, પાટીદારોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી
આ મામલે કપડવંજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અને સમગ્ર ટ્રાયલ નડિયાદ કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આપણા સમાજમાં કહેવામાં આવે છે કે જેનું નમક ખાધું હોય તેની સાથે ગદ્દારી કરવી જોઈએ નહીં. પરંતુ આ બળવંત જેના ખેતરમાં મજૂરી કામ કરતો હતો. જેના થકી તેનું ઘર ચાલતું હતું તે જ ખેતર માલિકની દીકરી પર તેણે નજર બગાડી અને તેણીને પ્રેમજાળમાં ફસાવી તેના પર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. જે ધૃણાસ્પદ ઘટના કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube