હિમાંશુ ભટ્ટ/અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી માળિયાથી જામનગર તરફ જવાના રસ્તા ઉપર જર્જરિત પુલીયાને રીપેર કરવા માટે થઈને કલેકટર સુધી રજુઆતો કરવામાં આવી છે. જો કે ઉદાસિન તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી તેવામાં ગઈકાલે રાત દરમ્યાન માળિયાથી જામનગર જવાના રોડ ઉપર આમરણ ગામ પાસેથી પસાર થતા મેઈન રોડમાં પુલીયું બેસી ગયું છે જેથી હાલમાં જામનગરથી કચ્છ તરફ જવા માટેનો રસ્તો બંધ થઇ ગયો છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Unjha Lakshachandi Mahayagya Mahostav: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ, જાણો કેમ ખાસ છે આ આયોજન


મોરબી નજીકથી જામનગર તરફ જવાના રસ્તે આજે એક પુલીયુ બેસી ગયુ હતુ જો કે, રાત્રી દરમ્યાન આ અક્સમાત થયો હોવાથી જીવલેણ અક્સમાતનો બનાવ સહેજમાં ટળ્યો છે પરંતુ દરરોજના હજારો ટ્રક જામનગરથી કચ્છ તરફ જવા માટે અહીથી પસાર થાય છે ત્યારે જીવલેણ અક્સમાત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા જર્જરિત પુર્લીયાના રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube