સત્તાની લાલચે સરપંચે પુત્રને બનાવ્યો ભાઇ, પુત્રીને કાગળ પર મારી નાખી ?
જિલ્લાના ઝાબળિયા ગામના સરપચ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારે રજૂઆત કરી છે કે, ઝાબડીયા ગામના સરપંચ જબ્બરસિંહ પોતાની ખુરશી બચવા માટે પોતાની જીવત દીકરીને મૃત બતાવી છે અને તેના નકલી સર્ટીફિકેટ રજૂ કર્યા છે. છ વર્ષના પુત્રને પોતાના ભાઈ ગણાવ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અગામી અઠવાડિયામાં સુનવણી હાથધરવામાં આવશે. વધુમાં અરજદારની રજૂઆત છે કે, જિલ્લા વિકાસ અધિકારીએ ઝાબડિયા ગામના સરપંચના મુદ્દે હકીકતોને ધ્યાને લીધી જ નહોતી. ૨૦૧૯માં નવેમ્બર મહિનામાં સરપંચની તરફેણમાં આદેશ આપ્યો છે. જેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અરજી કરવામાં આવી છે.
બનાસકાઠા: જિલ્લાના ઝાબળિયા ગામના સરપચ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારે રજૂઆત કરી છે કે, ઝાબડીયા ગામના સરપંચ જબ્બરસિંહ પોતાની ખુરશી બચવા માટે પોતાની જીવત દીકરીને મૃત બતાવી છે અને તેના નકલી સર્ટીફિકેટ રજૂ કર્યા છે. છ વર્ષના પુત્રને પોતાના ભાઈ ગણાવ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અગામી અઠવાડિયામાં સુનવણી હાથધરવામાં આવશે. વધુમાં અરજદારની રજૂઆત છે કે, જિલ્લા વિકાસ અધિકારીએ ઝાબડિયા ગામના સરપંચના મુદ્દે હકીકતોને ધ્યાને લીધી જ નહોતી. ૨૦૧૯માં નવેમ્બર મહિનામાં સરપંચની તરફેણમાં આદેશ આપ્યો છે. જેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અરજી કરવામાં આવી છે.
India vs Australia મેચ માટે રાજકોટમા સોલિડ રિસ્પોન્સ, ગણતરીના કલાકોમાં વેચાઈ ટીકિટ
સરપંચના બીજા નંબરના પુત્રનો જન્મ વર્ષ ૨૦૧૩ના રોજ થયેલો છે. જો કે, જબ્બરસિંહનુ કહેવું છે કે, આ બાળકએ તેનો પુત્ર નથી પરંતુ તેનો ભાઈ છે. નવાઈની વાત એ છે કે, જબ્બરસિંહના પિતા સમરાજીનુ નિધન વર્ષ૧૯૯૦માં થયું છે. તેમના પત્ની અને જબ્બરસિંહના માતાએ બીજા લગ્ન કર્યા નથી. ઝાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણી વર્ષ ૨૦૧૬માં યોજાઈ હતી. આ સમયે, ચૂંટણી લડતી વખતે જબ્બરસિંહે ઉમેદવારી ફોર્મમાં દર્શાવ્યું હતુ કે, તેને બે જ બાળકો છે.
છેક ચોટીલા સુધી પહોંચી ગયેલા સિંહોની વસ્તી ગણતરી કરાશે, 7 જિલ્લામાં 8000 કેમેરા ગોઠવાશે
જ્યારે, હકીકતમાં જબ્બરસિંહને કુલ ત્રણ સંતાનો છે. ગુજરાત પંચાયત એક્ટની મુજબ બેથી વધુ બાળકો હોય તો, કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. વર્ષ ૨૦૧૬માં જબ્બરસિંહે ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારે તેણે ફોર્મમાં બે બાળકો હોવાની ખોટી માહિતી દર્શાવી હતી. જેથી, તેને સરપંચ પદેથી હટાવવા જોઈએ. જો કે, આ અરજીને પણ DDOએ નકારી દીધી હતી.જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube