• છોટાઉદેપુરમાં સરપંચની ચૂંટણી વિવાદિત બની ચુકી છે.

  • પહેલા મોડેલ અને હવે મહિલા સરપંચે પોલીસ ફરિયાદ દાખલ કરાવી


છોટાઉદેપુર : જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામના મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ મોડેલ એશ્રા પટેલ અને તેના પિતા સહિત 8 લોકો વિરુદ્ધ સંખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલા સરપંચનો આરોપ છે કે, મારા પતિ ડૉ.બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસની ઉજવણી અંગે સુચન આપતા એશ્રાએ જાતિવાચત અપમાન કર્યું અને ધક્કે ચડાવીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મહેશ રબારી નામના શખ્સે મારી સાડીને પાલવ ખેંચીને મને નગ્ન કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. ગામમાં ગયેલી મોડેલના વસ્ત્રો સરપંચના પતિએ ખેંચી કાઢ્યા અને પછી આ અંગે મોડેલે ફરિયાદ કરી હતી તેના થોડા જ સમયમાં હવે સરપંચ અને તેના પતિએ પણ આ અંગેનો બદલો લેતા હોય તે પ્રકારે એશ્રા પટેલ સહિત તેના સમર્થકો વિરુદ્ધ એટ્રોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ પોલીસ અધિકારીને પ્રેમિકાએ કહ્યું, હવે નાની કચ્ચી કલી મળી ગઇ એટલે મારામાં રસ જ નથી રહ્યો અને...


મહિલા સરપંચે ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી નરહરી પટેલે કહ્યું કે, ગામ છોડીને જતા રહો નહી તો મારી નાખીશું, સરપંચ પદેથી રાજીનામું આપો નહી તો બળાત્કારના ગુનામાં ફસાવી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી. આ ઉપરાંત જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. હાલ તો આ મામલે મહિલા સરપંચે મોડેલ એશ્રા પટેલ, નંદુ પટેલ, રાજેન્દ્ર પટેલ, મહેશ રબારી, દેવરાજ રબારી, સંદીપસિંહ સોલંકી, રાજ સોલંકી, નરહરિ પટેલ સહિત અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. 


આણંદના મુસ્લિમ યુવકે મોહમ્મદ ગઝનીએ લૂંટેલી સંપત્તિને પાછી લાવવા શરૂ કરી ચળવળ


હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જો કે સામે પક્ષે એશ્રા પટેલનો આરોપ છે કે, એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઇ રહ્યો છે. મારા પિતા ત્યાં હાજર જ નહોતા. જે લોકો પોતાની રોજી રોટીઓ રળે છે તેવા લોકોના નામ પણ ખોટી રીતે ફરિયાદમાં લખાવ્યા છે. એશ્રા પટેલ અગાઉ જ્યોતિબેન અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચુક્યા છે. તેમણે સરપંચ જ્યોતિબેનનાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, જ્યોતિબેનના પતિ મનુભાઇએ મને નિર્વસ્ત્ર કરવાનાં ઇરાદે મારી ઓઢણી ખેંચી હતી. ત્યારે તેમનો પુત્ર પણ ત્યાં હાજર હતો. ત્યાર બાદ આ લોકોએ મને ધક્કા મારવાનાં નામે અણછાજતી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube