અમદાવાદ : એક તરફ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી દેશને સમગ્ર સ્થિતી માંથી બચાવવા માટે વડાપ્રધાન સહિત સમગ્ર સરકારી તંત્ર રાતદિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દિવસનાં 18 કલાકથી વધારે સમય કામ કરે છે તે તમામ લોકો જાણે છે. જો કે ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્રસચિવ છેલ્લા 10 દિવસથી રોજ 20 કલાકથી પણ વધારે સમય સુધી કાર્યરત રહે છે. કોરોનાની મહામારીથી ગુજરાતને બચાવવા માટે પોતાના પરિવાર અને સ્વાસ્થયની ચિંતા કર્યા વગર તેઓ  20-20 કલાક જેટલો સમય કામ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: PM મોદીની જનતા પાસે સહયોગની અપીલ, જાહેર કર્યો પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર
જો કે જ્યારે જયંતી રવિએ જણાવ્યું કે, મોટા ભાગના સરકારી કર્મચારીઓ પોતાની નિષ્ઠા અને ખુબ જ ધગશથી કામગીરી નિભાવી રહ્યા છે. તેઓ પોતાનાં કામ મુદ્દે ખુબ જ પ્રતિબદ્ધ છે. જ્યારે લોકો અકારણ બહાર નિકળી રહ્યા છે. માત્ર જયંતિ રવિ જ નહી સમગ્ર આરોગ્ય વિભાગ સતત મહામારીમાંથી બહાર નિકળવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે કમસે કમ અમારી મહેનત અંગે નહી પરંતુ તમારા આરોગ્ય મુદ્દે વિચારીને શક્ય હોય તેટલું ઘરે જ રહો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહદઅંશે કોરોનાને નાથવામાં સફળ રહ્યું છે.


નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ડૉ. જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યાર બાદ શિક્ષણ વિભાગ, ગ્રામ વિકાસ, વડાપ્રધાન કાર્યાલય જેવા વિભાગોમાં પણ તેઓ પોતાનું કામ કરી ચુક્યા છે. આ સિવાય તેઓની ઓળખ એક કડક અધિકારી તરીકેની પણ છે. તેઓ 11થી પણ વધારે ભાષાઓ જાણે છે. તેઓ સંસ્કૃત ભાષામાં માસ્ટર છે. તેઓએ સંસ્કૃતમાં 11 પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેઓ મદ્રાસ અને હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે મેનજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube