પોરબંદરનું વહાણ સેંકડો વાહનો સાથે સલાલામાં ડુબી ગયું, આખા કિનારે ગાડીઓ જ ગાડીઓ...
શહેરના રાજ સાગર નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધી લીધી હતી. આ ઘટનામાં જહાજના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8 મેમ્બર્સને સ્થાનીક સુરક્ષા એજન્સી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનારા વહાણ સલાલા બંદરથી જુના વાહનો ભરીને યમન ખાતે જઇ રહ્યું હતું. જો કે ટેક્નિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે.
પોરબંદર : શહેરના રાજ સાગર નામના માલવાહક વહાણે ઓમાનના દરિયામાં જળસમાધી લીધી હતી. આ ઘટનામાં જહાજના કેપ્ટન અને એક ક્રુ મેમ્બરનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 8 મેમ્બર્સને સ્થાનીક સુરક્ષા એજન્સી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જળસમાધિ લેનારા વહાણ સલાલા બંદરથી જુના વાહનો ભરીને યમન ખાતે જઇ રહ્યું હતું. જો કે ટેક્નિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું પ્રાથમિક તારણમાં લાગી રહ્યું છે.
કચ્છમાં ઉંટડીના દૂધ ઉત્પાતન અંગે અનોખો સેમિનાર, માલધારીઓને અપાયું માર્ગદર્શન
પોરબંદરનું રાજસાગર નામનું વહાણ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ દરિયામાં ડુબવાની ઘટના સામે આવી છે. જળસમાધિ લેનારા વહાણ રાજસાગર બે-ચાર દિવસ પહેલા જ દુબઇથી જૂના વાહનો ભરીને યમન જવા માટે નિકળ્યું હતું. આ વહાણ ગત્ત મોડીરાત્રીના ચાર વાગ્યાના અરસામાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દુર જળ સમાધી લીધી હતી. વહાણે જળ સમાધિ લઇ લેતા વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઇ આવી હતી.
પોલીસ પાસે પહોંચી ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ, અષાઢી બીજે જુહાપુરાથી થશે શરૂઆત
વહાણ દુબઇથી કેપ્ટન સહિત 10 ક્રુ મેમ્બરો સાથે જુના વાહનો ભરીને રવાના થયું હતું. જો કે દરિયામાં અધવચ્ચે જ આ જહાજ કોઇ કારણોસર ડુબી ગયું હતું. જેમાં કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બર સહિત 2 લોકોનાં મોત નિપજ્યાંહ તા. જ્યારે અન્ય 8 વ્યક્તિઓનો સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા. ઓમાનના દરિયામાં ડુબેલું જહાજ પોરબંદરના ઇકુ ગગન શિયાળની માલિકીનું હતું. પોરબંદરથી 6 મહિના પહેલા નિકળ્યું હતું. મોટા ભાગે દુબઇથી યમન વચ્ચે માલ-સામાનનું પરિવહન કરતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube