આણંદ: ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી તેમ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નાની બાળકીથી લઇને પરિણીતા સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આણંજ જિલ્લામાં આવી જ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પરિણીતા સાથે તેના પતિના જ મિત્રએ વારંવાર દુષ્કર્મ આચર્યું અને અનેક વખત પરિણીતાને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ખંભાત તાલુકાની એક પરિણીતાએ તેના જ ગામના એક યુવક કેતન પટેલ ઉર્ફે પપ્પુ સામે તેના પતિને અને જેઠ તેમજ સસરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. જોકે, પરિણીતાની ફરિયાદના આધારે ખંભાત સિટી પોલીસે કલમ 354, 376, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મેઘરાજાની તોફાની બેટિંગ: 40 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ


શું છે સમગ્ર ઘટના?
વર્ષ 2019 માં એક હત્યા કેસમાં આરોપી તરીકે પરિણીતાના પતિ, જેઠ અને સસરા આણંદની સબ જેલમાં હતા. આ હત્યાના ગુનામાં કેતન પટેલ પણ તેમની સાથે જેલમાં હતો. જોકે, હાઈકોર્ટમાંથી જામીન મળી જતા કેતન ઉર્ફે પપ્પુ બહાર આવ્યો હતો. જે બાદ કેતને પરિણીતાના ફોન પર મેસેજ કરી તેનો સંપર્ક કર્યો હતો. કેતને પરિણીતાને મેસેજ કરી કહ્યું હતું કે તારું કામ છે તું મને મળ. પહેલા તો પરિણીતાએ ના પાડી અને કહ્યું જે પણ કામ હોય તે ફોન અથવા મેસેજમાં વાત કરીને કહો. પરંતુ ફોન ઉપર વાત થાય એમ નથી કહી કેતને પરિણીતાને રૂબરૂ મળવા બોલાવી હતી. જે બાદ પરિણીતા તેને મળવા ગઈ હતી.


આ દરમિયાન કેતન ત્યાં ગાડી લઈને આવ્યો હતો અને પરિણીતાને ગાડીમાં બેસાડી તેના મામાના દીકરાના ઘરે લઈ ગયો હતો. જ્યાં એક રૂમમાં હું તને લવ કરું છું, હું તને લાઇક કરું છું કહીં કેતને પરિણીતા સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો વિરોધ કરતા કેતન તે સમયે તો પરિણીતાને પરત મુકી ગયો હતો. પરંતુ ત્યારબાદ કેતન વારંવાર તેને ફોન અને મેસેજ કરી ધમકાવતો હતો.


અમદાવાદના પોશ વિસ્તારમાં વધુ એક ઘરેલું હિંસાનો કિસ્સો, આરોપી પિતા પુત્રની ધરપકડ


પરિણીતાને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. તેમજ તારા પતિ, જેઠ અને સસરાને જેલમાંથી છૂટવા નહીં દઉંની વારંવાર ધમકીઓ આપતો હતો. કેતનની ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવી કેતને અલગ અલગ જગ્યા લઇ જઈ અવારનવાર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ક્યારેક મામાના છોકરાના ઘરે, ક્યારેક હોટલમાં તો ક્યારેક ગાડીમાં પણ તેની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.


જોકે, આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુએ પરિણીતાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી કેતનની હવસનો શિકાર બની રહેલી પરિણીતાએ આખરે હિંમત કરી તેણીના પરિવારને વાત કરી હતી. જે બાદ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે ખંભાત સિટી પોલીસે કલમ 354, 376, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી આરોપી કેતન પટેલ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube