સીલાઇ મશીન રિપેર કરાવવા માટે ગયેલી મહિલાને દુકાનદારે કહ્યું કે, તમને નવું જ મશીન આપીશ પણ...
* શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના
* રામોલ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના
* રામોલ પોલીસે ફરિયાદ આધારે યુવાનની કરી ધરપકડ
* પરિચિત મહિલા પર પરિણીત યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પરિણીત યુવાનની ધરપકડ કરી છે. શહેરમાં જાણે ગુનાહિત બનાવોએ માઝા મૂકી હોય તેમ એક બાદ એક ગુનાહિત બનાવો સામે આવી રહ્યા છે. તે પછી ચોરી હોય લૂંટ હોય કે દુષ્કર્મ જેવી ઘટના હોય. આવી જ એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. જ્યાં મહિલાએ ફરિયાદ કરી કે તેના ઘરે શિલાય મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જ્યાં મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું. જે ઘટનામાં મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે બને એટલે કે મહિલા અને શખ્સ બને એકબીજાના પરિચિત છે. કેમ કે અગાઉ બને સુરેલીયા વિસ્તારમાં આસપાસ રહેતા હતા. જેથી બંને એકબીજાથી પરિચિત હતા. તેમજ આરોપી શિલાઈ મસીનનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. દુષ્કર્મની ઘટનામાં પોલીસે મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી છે. સાથે જ બને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આશંકા છે. જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube