ગાંધીનગર : આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે ભાર રાજ્યમાં માર્ગ વિકાસ – માર્ગ નિર્માણની સુવિધાઓ પર આપવામાં આવ્યો હતો. માર્ગ વિકાસ માટે રૂ. ૧૪૯૪.૨૧ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૪ લાખ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ ૧૨,૩૭,૪૨૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.     દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીની આગેવાનીમાં VGGS-2021 સંદર્ભે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન તા. ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ જશે. અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલ ૯ સમિટમાં થયેલ એમ.ઓ.યુ. પૈકી કુલ ૭૦.૬૧ ટકા પ્રોજેક્ટ સફળ રહ્યા છે. રાજ્યના સાંસદોના મત વિસ્તારના કામો માટે રૂ. ૧૦ કરોડ ફાળવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાધુએ મહિલાને કહ્યું આ ચલતી ક્યાં? રંગીલા રાજકોટની બાવરી યુવતીએ પછી તો જે કર્યું...


મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે અને રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવાન બને તે માટે રાજ્ય સરકારે મહત્વના અનેક નિર્ણયો કર્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે રૂા.૧૪૯૪.૨૧ કરોડના કામોને મંજૂરી આપી છે. પ્રવક્તા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્યના માર્ગ વિકાસ ક્ષેત્રે વધુને વધુ વિકાસ કામો હાથ ધરીને જનસુખાકારી પુરી પાડવા માટે આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રૂા. ૧૪૯૪.૨૧ કરોડના કામોને મંજૂરી આપી છે જેમાં પંચાયત હસ્તકના રૂા.૪૨૬.૬૩ કરોડના જોબ નંબર, કોઝ વે માટે રૂા.૪૬૦.૬૦ કરોડ, પરા જોડાણ માટે રૂા.૪૩૪.૨૪ કરોડના કામો તથા રાજ્ય રસ્તા, વાઇડનીંગ,રીસરફેસીંગ માટે રૂા.૪૭૨.૭૪ કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. 


ગુજરાતીઓ હવે નહી સુધરો તો ઘેર ઘેર કોરોનાના ખાટલા હશે, આજના કેસ જાણી આંખો ફાટી જશે


મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આવેલ પંચાયત અને રાજ્ય રસ્તાઓ ઉપર કોઇપણ પ્રકારની તકલીફ હોય તો, રાજ્યનો કોઇપણ નાગરિક જે તે સ્થળેથી રસ્તાનો ફોટો પાડીને મંત્રી પૂર્ણેશભાઇ મોદી એપમાં અપલોડ કરી શકશે. જે જી.પી.એસ. સીસ્ટમ હોઇ કોઇપણ નાગરિકે તેના કયા અધિકારી છે તેની શોધખોળ કરવાની રહેતી નથી અને સીધી જ સંબંધિત અધિકારીના લોગીંગમાં ફરિયાદ પહોંચી જશે જેનું સત્વરે નિરાકરણ લાવી શકશે. પ્રવકતા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યની માન્ય હોસ્પિટલ અને માન્ય રોગ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા જે વર્ષ ૨૦૦૧માં રૂ. ૧ લાખ હતી તે વધારીને રૂ. ૪ લાખ કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના મહતમ લોકો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયનો લાભ લઈ શકશે. 


AHMEDABAD: ખાડાના કારણે જનતાના મણકા ભલે ભાંગી જાય પણ કોર્પોરેશનનાં અધિકારીના પેટનું પાણી ન હલવું જોઇએ


પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ ૧૨,૩૭,૪૨૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં BSF, DFCCI, GETCO, GIDC, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જિલ્લા કચેરી બાંધકામ તથા અન્ય જાહેર હેતુસરના પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. પ્રવકતા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ધાન્ય માટે વર્ષોથી ખાસ કરીને ચોખાનું ચલણ વધારે છે. ભારત સરકારના ધારાધોરણ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિમાસ વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોખા વધુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હવે ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આ નિર્ણય થકી દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના લોકોને તેની જરૂરિયાત મુજબ ધાન્ય પ્રાપ્ત થશે અને પારદર્શિતા વધશે તેમ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું. 


મેયર અને પોલીસ કમિશ્નર બંન્નેની સિંઘમગીરી, ઢોરના માલિક વિરુદ્ધ સીધો પાસા હેઠળ ગુનો દાખલ કર્યો
અરવલ્લી જિલ્લાના માલપુર ગામે સરકારી ખરાબાની જમીનની વર્ષો જૂની માંગણી અન્વયે લેવાયેલા નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષ ૧૯૯૫થી આ ગામડાની ખરાબાની જગ્યામાં રહેતા અરજદાર વિધવા બહેન સ્નેહલતાબેન અરવિંદભાઈ પરમાર પછાત વર્ગના અને ગરીબ હોવાનું જણાતા સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને તેઓને ન્યાયના હિતમાં એકવડી કિંમત લઈ જમીન મંજુર કરવા અનુમતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય કેસમાં વિભાગ દ્વારા અઢી ગણી કિંમત વસૂલવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તારીખ ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં નામાંકિત ઉધોગપતિઓનું એક ઉચ્ચકક્ષાનું ડેલિગેશન આવતીકાલે તા. ૮ અને ૯ ડિસેમ્બરના રોજ દુબઇ જશે. આ ડેલિગેશન ઊર્જા, એન્જીનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજીસ્ટિક્સ , ફાઇનાન્સિયલ ટેકનોલોજીનું તથા સેવાક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ઉધોગપતિઓ-કંપનીઓ સાથે વન ટુ વન વિચાર વિમર્શ કરશે. 


હર ઘર નલ યોજના અંગે મુખ્યમંત્રીની બેઠક, 2022 સુધીમાં ગુજરાતનાં ઘરે ઘરે હશે પાણીના નળ


મંત્રીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ શૃંખલાની વિગતો આપતા જણાવતાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩થી અત્યાર સુધીમાં યોજાયેલ ૯ સમિટમાં કુલ એમ.ઓ.યુ. પૈકી ૬૪.૩૫ ટકા પ્રોજેક્ટ કાર્યાન્વિત થયા છે. જ્યારે ૬.૨૬ ટકા પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે. એટલે કે કુલ ૭૦.૬૧ ટકા પ્રોજેક્ટ સફળ થયા છે. તેમણે ઉમેર્યુ કે, માર્ગ સુવિધાના કામો માટે રાજ્યના સાંસદસભ્યોને પણ રૂા.૧૦ કરોડ તેમના મત વિસ્તારના મરામત અને નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે. પ્રવકતા મંત્રીએ સમરસ ગ્રામ પંચાયતોની વિગતો આપતાં જણાવ્યું કે, ડીસેમ્બર-૨૦૧૬માં ૧૦,૨૭૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. જેમાંથી ૧,૪૫૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ચાલુ વર્ષે ૧૦,૪૪૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી સંદર્ભે તા. ૭મી ડિસેમ્બર-૨૦૨૧ની સ્થિતિએ ૧,૧૫૭ ગ્રામ પંચાયતો સમરસ એટલે કે ૧૧.૮ ટકા ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. મંત્રીએ ઉમેર્યું હતુ કે, મોરબી જિલ્લામાં ૯૧ સમરસ ગ્રામ પંચાયત છે જે, સંખ્યા તેમજ ટકાવારીના દ્રષ્ટિએ રાજયમાં સમરસતામાં પ્રથમ ક્રમે છે. ઉપરાંત ભાવનગર જિલ્લામાં ૭૨, પોરબંદરમાં ૨૮, કચ્છમાં ૯૭ તથા મહેસાણા જિલ્લામાં ૩૧ ગ્રામ પંચાયત સમરસ બની છે. પંચાયત મંત્રીના મોરબી જિલ્લાની તેમના વતન ચમનપર ગ્રામ પંચાયતે સાતમી વખત સમરસ થઇ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube