નવનીત લશ્કરી/ રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાના કહેર જોવા મળ્યો હતો. કોરોના કાળમાં કોઇએ પોતાના સ્વજન ગુમાવ્યા તો કોઇએ પોતાનો પુત્ર પરંતુ રાજકોટના એક પરિવારની આંખોમાં છેલ્લા 4 મહિનાથી આંસુ છે. રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે. છેલ્લા 3 મહિનાથી પરિવારમાં કોઈ ઊંઘી નથી શક્તું. આ વેદનાનું કારણ છે, 4 મહિનાથી કોમામાં સરી પડેલા યુવાન પ્રોફેસર. કોરોના બાદ પ્રોફેસર કોમામાં જતા રહ્યા બાદ હજુ બહાર નથી આવ્યા. સુખ-શાંતિથી જીવતો પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો છે. માસૂમ દીકરી રોજ કહે છે, પપ્પા હવે તો તમે બોલો, આવી રમત ન કરો! આ સ્થિતિ જોઈ આખો પરિવાર આંસુ નથી રોકી શક્તો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD માં ચેઇન સ્નેચિંગ થકી સમગ્ર શહેરને બાનમાં લેનાર આરોપી ઝડપાયા


રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બીજા જ દિવસે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. બાદમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પત્ની નમ્રતા પ્રેગ્નેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરાઈ. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં પત્ની પતિ પાસે ગઈ. અહીં પતિને કોમામાં જોતાં હૈયાફાટ રુદનનાં દ્દશ્યો સર્જાયાં હતાં. આ દરમિયાન તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મદાતા પિતાને નથી ખબર કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.


Pavagadh માં આ હનુમાનજીના દર્શન કરવા માત્રથી પનોતી, આધીવ્યાધી ઉપાધીનો થાય છે નાશ


રાજકોટ 2 મહિના હોસ્પિટલમાં પોતાની તમામ મૂડી ખર્ચી, સગાં-સંબંધીઓની પણ મદદ લીધી. સારવાર માટે ઉધાર નાણાં લીધાં છતાં કોઈ સુધારો ન જણાતાં 2 મહિનાથી ઘરે સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ ઉપરાંત બેંગલુરુ, ચેન્નઈ તેમજ યુએસ સુધીના ડોક્ટરની સલાહ લેવાઈ છે. એમ છતાં આજે 4 મહિના બાદ પણ એની એ જ સ્થિતિ છે. બીજી તરફ સ્થિતિ એવી થઈ છે કે બીજાને મદદ કરતો આ પરિવાર આજે આર્થિક સંકટમાં બીજા પાસે હાથ લંબાવતાં પણ અચકાઇ રહ્યો છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. 


GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 16 સાજા થયા, 1 દર્દીનું મોત


રાજકોટમાં રાકેશ જ્યાં પ્રોફેસર તરીકે સેવા આપે છે એ સરકારી એવીપીટી કોલેજમાંથી અત્યારસુધી અડધો પગાર આવતો હતો, પરંતુ આ મહિનાથી પગાર બંધ થઈ રહ્યો છે. ત્યારે જો કોઈ આર્થિક મદદ કરે અથવા ડોક્ટર આ સ્થિતિમાંથી બહાર લાવે તો પરિવારનો માળો વિખાતો બચી જાય તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube