અમદાવાદ : કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનની તિજોરી તળીયા ઝાટક આવી ચુકી છે. કોરોનાની બીજી લહેર બાદ પરિસ્થિતિ સામાન્ય બનતા હવે લોકોના વેપાર ધંધા ફરી એકવાર ધમધમતા થયા છે. જેની અસર મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા વર્ષ 2021-22 ના એડવાન્સ ટેક્સ પર 10 ટકા રિબેટ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે 1 એપ્રિલથી 15 જુલાઇ સુધીમાં ટેક્સની કુલ આવક રૂપિયા 578.05 કરોડ થઇ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા પોલીસ અધિકારીના પુત્રએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરતા ચકચાર, શોધખોળ શરૂ


પ્રોપર્ટી ટેક્સની આવક 484.90 કરોડ, પ્રોફેશન્સ ટેક્સની 57.29 કરોડ, વ્હીકલ ટેક્સની 35.86 કરોડની આવક થઇ છે. એક એપ્રિલ 2020 થી 2 ઓગસ્ટ 2020 સુધીમાં 526.27 કરોડની આવક થઇ હતી. સૌથી વધારે ટેક્સ ભરવામાં પૂર્વ અમદાવાદના નાગરિકો આગળ રહ્યા હતા. નિકોલ, વિરાટનગર, ઓઢવ, વસ્ત્રાલ, ગોમતીપુર, ભાઇપુરા, અમરાઇવાડી, રામોલ અને હાથીજણ વિસ્તારમાં રહેતા નાગરિકોએ સૌથી વધારે ટેક્સ ભર્યો હતો. 152.23 ટેક્સ ભર્યા હતા. 


RAJKOT અકસ્માત એટલો ગંભીર કે આગળ બેઠેલા બંન્ને વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા, પરિવારના આક્રંદથી પથ્થર પણ પીગળી જાય


સૌથી ઓછો ટેક્સ ભરવામાં ઉત્તર ઝોન રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા ટેક્સ પર 10 ટકા રિબેટ યોજના જાહેર કરી હતી. જેનો કરદાતાઓએ ભરપુર ફાયદો ઉઠાવ્યા. જેના કારણે ગત્ત વર્ષની તુલાને 51 ટકાનો વધારો થયો છે. જે ટેક્સધારકોએ 2020-21 નો સંપુર્ણ ટેક્સ ભરેલું હોય અને કોર્પોરેશનની માંગણી શુન્ય હોય તેવા કરદાતાઓને એડવાન્સ ટેક્સ પર 10 ટકા રિબેટ યોજના અનુસાર જુલાઇ સુધી 1382 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જે ચાલુ વર્ષે ઓગષ્ટ સુધીમાં જ 578.05 કરોડ થઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube