ગાંધીનગર : શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા નિર્ણયો લેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો. જો કે હવે તે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી છે. ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે.


જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. શિક્ષકો માટે બદલી એક યક્ષ પ્રશ્ન હતો. જેનો હવે ઉકેલ આવી ચુક્યો છે. પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube