ઉમેશ પટેલ/વલસાડ: કહેવાય છે જર જમીન અને જોરુ ત્રણે કજીયાના છોરું. આ કહેવતને સાર્થક કરતી એક દુઃખદ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણામાં બની છે. જ્યાં એક પિતાએ જમીન અને પૈસાના વિવાદમાં કુહાડીના ઘા ઝીંકી અને પોતાના જ પુત્રની હત્યા કરી છે. આમ પુત્રનું મોત થયું છે. પિતા પુત્રના આ ધીંગાણામાં પુત્રનું મોત થયું છે. તો પિતા પણ તબિયત લથડતા તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોર કળીયુગઃ જેની કુખે જન્મ લીધો તે જનેતા સાથે વારંવાર દુષ્કર્મ, માતા-પુત્રનો સંબંધ..


વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહીણા ગામના દામુ ફળિયામાં રહેતા 70 વર્ષીય નામદેવ બાબુભાઈ નાયકા અને તેમના 36 વર્ષીય પુત્ર નરોત્તમ નામદેવ નાયકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીન અને પૈસાના મામલે વિવાદ ચાલતો હતો. થોડા સમય અગાઉ આ પરિવારની જમીનમાં ઝાડ કપાતા તેના પૈસા પણ મળ્યા હતા. આથી પૈસાની વહેંચણીના મામલે પણ પરિવારમાં વિવાદ ચાલી રહ્યો હતો. આરોપી પિતા નામદેવ બાબુભાઈ નાયકાને બે પુત્રો હતા. મોટો પુત્ર અલગ રહેતો હતો. જ્યારે નાનો પુત્ર નરોત્તમ પિતા સાથે રહેતા હતા.


PM મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત; આ તારીખે સાયન્સ સિટી- સંઘના કાર્યક્રમમાં જશે, જાણો


જોકે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીન અને પૈસાની વહેંચણી મુદ્દે બબાલ વિવાદ ચાલી આવતો હતો. અને અવારનવાર ઘરમાં આ આ મુદ્દે ઝઘડા પણ થતા હતા. જોકે મૃતક પુત્ર નરોત્તમ પોતાના માટે અલગથી નવું ઘર બનાવી રહ્યો હતો. આથી નવું ઘર બનાવવા માટે મૃતક નરોતમે પિતા પાસે પૈસાની માંગ કરી હતી. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બૉલાચાલી થઈ હતી. અને મામલો વધુ ગરમાતા આવેશમાં આવી પિતા નામદેવ નાયકા એ પોતાના જ પુત્રની કુહાડીના ઘા ઝીંકી ને હત્યા કરી હતી અને પિતાને પણ થોડી ઈજા થઈ હતી અને તેમની તબિયત લથડતા તેમને પણ સારવાર માટે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. 


કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે 'રેડિયો એક્ટિવ સારવાર', 16 હજાર દર્દીઓને ફાયદો


રોહિણા ગામમાં હાલે શોકનું મોજું ફરી વળ્યું છે. નાયકા પરિવારમાં પિતા પુત્રની બબાલમાં પિતા હોસ્પિટલના બિછાને અને પુત્ર મોતને ભેટ્યો છે. આ સનસની ઘટનાને પગલે પારડી પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આ મામલે પરિવારજનોના નિવેદનોને આધારે તપાસ હાથ ધરી હતી. તો હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા પિતા નામદેવની સારવાર બાદ ધરપકડ કરવામાં આવશે.


ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી ગંભીર


પ્રેમ અને ગુસ્સો ભલે અઢી અક્ષરના શબ્દો છે પણ પરિવારમાં પ્રેમ હોય તો જીવન સ્વર્ગ બની જાય છે. પરંતુ નાનકડો અઢી અક્ષરના ગુસ્સાના કારણે ભલભલા પરિવારો ખેદાન મેદાન થતા વાર લગતી નથી. આ કિસ્સામાં પણ નાયકા પરિવાર હાલે વેર વિખેર થઇ ગયું છે. પિતા પુત્રના સંબંધોને લાંછન લગાવતા આ કિસ્સામાં રૂપિયામાં અંધ બનેલ પિતાએ પોતાના જ દીકરાનું ઢીમ ઢાળી દીધું છે. 


સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો બેકફુટ પર! BJPનાં જ સિન્ડિકેટ સભ્યો કાઢી રહ્યા છે કૌભાંડ


પુત્ર નરોત્તમ નાયકા પિતા-પુત્રના વારંવારના ઝગડાથી કંટાળી નવું ઘર બનાવતો હતો. જોકે હવે નરોત્તમ બની રહેલ આ નવું આશીયાનું નરોત્તમ માટે કોઈ કામનું રહ્યું છે અને જે રૂપિયા માટે પિતાએ સગા દીકરાની કુહાડી મારી હત્યા કરી છે તે રૂપિયા પણ પિતાને કદાચ વાપરવા નહિ મળે, કારક કે 70 વર્ષની વૃદ્ધ અવસ્થામાં પિતા નામદેવને લાંબો સમય જેલમાં જ વિતાવવાનો વારો આવશે.