પુત્રએ પિતાની ગર્લફ્રેન્ડ સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી એવું તરકટ કર્યું કે...
પત્નીએ સાવકા પુત્ર સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. શુક્રવારા રાત્રે કોઠારીયા રોડ પર ઘરમાં યુવકની સળગેલી લાશ મળી હતી. ભક્તિનગર પોલીસે તપાસ કરતા પત્ની અને પુત્રએ કહ્યું હતું કે, બુકાની ધારી ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસીને બાંધી દીધા હતા અને પતિને સળગાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસને વાત ગળે ન ઉતરતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રેમિકા કમ પત્ની અને પુત્રએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ : પત્નીએ સાવકા પુત્ર સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. શુક્રવારા રાત્રે કોઠારીયા રોડ પર ઘરમાં યુવકની સળગેલી લાશ મળી હતી. ભક્તિનગર પોલીસે તપાસ કરતા પત્ની અને પુત્રએ કહ્યું હતું કે, બુકાની ધારી ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસીને બાંધી દીધા હતા અને પતિને સળગાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસને વાત ગળે ન ઉતરતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રેમિકા કમ પત્ની અને પુત્રએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ : જિલ્લા કલેકટરે 17 પાકિસ્તાની નાગરિકોને નાગરિકત્વ આપ્યું, શરણાર્થીઓ ભાવુક
રાકેશ અધિયારૂ નામના વ્યક્તિની પોતાનાં જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી.સમગ્ર મામલા પર નજર કરીએ તો, શહેરનાં કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ આવેલી મારૂતિનગર શેરી નં 1માં રહેતા રાકેશ અધિયારૂનાં ઘરમાં શુક્રવારે રાત્રે આગ લાગતા ઘુમાડો નિકળતો હતો. જેથી સ્થાનિક લોકો દોડી જઇને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ઓલવતાની સાથે રાકેશ અધિયારૂની સળગેલી લાશ મળી આવી હતી. ભક્તિનગર પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક રાકેશ અધિયારૂની પ્રેમિકા કમ પત્ની આશા ચૌહાણ અને પુત્રએ કહ્યું હતું કે, ત્રણ બુકાની ધારી શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા અને દોરડા વડે બાંધી દીધા હતા.
મુખ્યમંત્રીએ જામનગરમાં દિગ્ગજ કોંગ્રેસી નેતાને કીધું, આવી જાવને અમારી સાથે અને...
રાકેશ અધિયારૂને પણ દોરડા વડે બાંધી કેરોસિન છાંટીને સળગાવી ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસને શંકા ઉપજતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. પોલીસની ઉલટ તપાસમાં આશા ચૌહાણ અને તેનાં સાવકા પુત્રએ પોલીસ સમક્ષ સ્વિકારી લીધું હતું કે, તેનાં પતિ સાથે માથાકુટ થતા લોખંડનો દસ્તો મારીને ખુરશી સાથે બાંધી કેરોસિન નાંખી આગ ચાંપી દીધી હતી. હાલ પોલીસે મૃતક રાકેશનાં ભાઇ શેલૈષ અધિયારૂની ફરીયાદ નોંધી આશા ચૌહાણ અને તેનાં સાવકા સગીર પુત્રની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 19 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત
પોલીસનાં કહેવા મુજબ, મૃતક રાકેશ અધિયારૂ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. રાકેશ અધિયારૂએ પ્રથમ પત્ની શિલ્પાબેન સાથે 15 વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધા હતા અને આશા ચૌહાણ સાથે પાડોશમાં જ બીજા મકાનમાં પ્રેમિકા કમ પત્ની તરીકે રહેતો હતો. જોકે છેલ્લા ઘણાં દિવસથી રાકેશ અધિયારૂ અન્ય સ્ત્રી સાથે ટેલિફોનમાં વાતચીત કરતા હોવાથી પત્ની આશા ચૌહાણને શંકા ઉપજી હતી. જેથી શુક્રવારે રાત્રે માથાકુટ થઇ હતી. જેમાં આશા પર રાકેશે હાથ ઉપાડ્યો હતો ત્યારે પુત્ર વચ્ચે પડ્યો હતો. તો તેને પણ રાકેશે માર માર્યો હતો. જેથી બન્નેએ સાથે મળીને રાકેશને માથામાં લોખંડનો દસ્તો ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. લાશને ખુરશી પર બેસાડીને કેરોસિન છાંટીને સળગાવી દીધો હતો. પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી ઉભી કરીને હત્યા અન્ય લોકોએ કરી હોવાની સ્ટોરી ઉભી કરી હતી. હાલ પોલીસે બન્ને શખ્સોની પુછપરછ શરૂ કરી છે.
LRD LIVE: ભરતી બોર્ડે વિદ્યાર્થીઓને આપ્યા આધાતજનક સમાચાર, પરિણામ પણ જાહેર કરી દેવાયું
રાકેશ અધિયારૂની હત્યા તેની જ પ્રેમિકા કમ પત્ની અને પુત્રએ કરતા પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું. પરંતુ દુખની વાત એ હતી કે, રાકેશ અધિયારૂના બે પુત્રમાંથી મોટો પુત્ર માનસિક બિમારીની વેદના વેંઠી રહ્યો છે તો બીજો પુત્ર પિતાની હત્યામાં જેલનાં સળિયા ગણતો થયો છે. પર સ્ત્રી સાથેનાં સબંધ હોવાની શંકાએ ફરી એક વખત એક પરિવારનો માળો પિંખી નાખ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા નવા ખુમૃતદેહા થાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube