વડોદરા : ઉતરાખંડના ચમોલી તપોવનમાં ગ્લેશિયર તુટી પડતા ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં NTPC ના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150થ વદારે લોકો તણાયા હોવાની આશંકા છે. જેના પગલે ઉતરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલ પોતાનો SOU નો પ્રવાસ રદ્દ કરીને ઉતરાખંડ જવા માટે રવાના થયા છે. તેઓ વડોદરાથી ઉતરાખંડ જવા માટે રવાના થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે, તેઓ રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે હતા. જો કે ઘટના અંગે માહિતી મળતા જ તેઓ પરત ફરી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું તંત્રના સતત સંપર્કમાં લોકોએ અફવાઓથી દુર રહેવું
પ્રેમચંદ અગ્રવાલે આ અંગે જણાવ્યું કે, ગ્લેશિયર તુટવાની ઘટનાના પગલે ઋષીગંગા પાવર પ્રોજેક્ટને ખુબ જ મોટુ નુકસાન પહોંચ્યું છે. આ ઘટના અંગે સાંભળીને જ હું થથરી ગયો છું. 2013ની ઘટના હજી પણ મગજપર છે. ભગવાન રાજ્ય અને રાજ્યનાં નાગરિકોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરૂ છું. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચલાવાઇ રહી છે. હું ભલે ગુજરાતમાં છું થતા સ્થાનિક તંત્રના અધિકારીઓના સતત સંપર્કમાં છું. શક્ય તેટલું ઝડપી ત્યાં પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યો છું. લોકોએ અફવાઓથી દુર રહેવું જોઇએ. 


કલેક્ટર દ્વારા હેલ્પલાઇન નંબર બહાર પડાયો
ઉતરાખંડના ચમોલીમાં ગ્લેશીયર તુટી પડવાની ઘટના બાદ કલેક્ટર કચેરી દ્વારા કંટ્રોલરૂમ એક્ટિવ કરી દેવાયો છે. જો કોઇ પણ જિલ્લા કે શહેરનો વ્યક્તિ ઉતરાખંડમાં હોય તો તત્કાલ 0265-2427592 અને 1077 પર જાણ કરવા માટે જણાવાયું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જિલ્લાનું કોઇ પણ વ્યક્તિ ફરવા માટે ગયા હોય કે ઉતરાખંડમાં હોય તો તત્કાલ અમારો સંપર્ક કરે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નંબર શેર કરવામાંઆવી રહ્યા છે. જો કે હજી સુધી વડોદરાનાં કોઇ પણ મુસાફર ઉતરાખંડમાં ફસાયા હોવાની માહિતી નથી.