ઝી બ્યૂરો/ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે 'જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના' જાહેર કરી છે. રાજ્ય સરકારની નવી યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકારક બનશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે આ સ્કોલરશીપ યોજના ફાયદાકારક બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે જાહેર કરેલી 'જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના'માં દર વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપરૂપે અપાશે. જ્યારે ધોરણ. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20,000 રૂપિયા મળશે. તેવી રીતે ધોરણ. 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000 ની સ્કોલરશીપ અપાશે. આ સિવાય ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.






અત્રે ઉલ્લેખનીય છે કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 (RTE) હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત સરકાર નવી શિષ્યવૃત્તિ લઈને આવી છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે સ્પેશિયલ કેટેગરીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20 હજાર રૂપિયા આપવામાં આવશે. ગુજરાતના 2023-24ના તેના વાર્ષિક બજેટમાં સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 (RTE) હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા આપવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્ય શિક્ષણ વિભાગ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરશે અને ટોપ સ્કોર કરનારાઓને રૂ. 20,000નું વાઉચર આપશે જેથી તેઓ ખાનગી શાળામાં આગળનું શિક્ષણ મેળવી શકે.