રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ભયંકર આગાહી
ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સતત ઠંડી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે ઠંડી પડવાની છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસર ગુજરાતમાં થશે અને રાજ્યમાં ઠંડી વધશે.
અમદાવાદઃ વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની આગાહી કરી છે. એટલે કે હવે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. રાજ્યના લોકો આગામી પાંચ દિવસ સુધી ભારે ઠંડીનો અનુભવ કરશે.
ગુજરાતમાં ઠંડી વધશે
રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી રાજ્યમાં ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. કેમ કે, હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું.
આ પણ વાંચો- ઐતિહાસિક જીત છતાં સી આર પાટીલને રહી ગયો આ અફસોસ, વાત વાતમાં કર્યો આ ઈશારો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક શહેરોમાં ભારે ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયાનું તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જૂનાગઢ અને અમરેલીમાં 9 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય શહેરોમાં પણ તાપમાન ઘટડા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube