અમદાવાદ : હાલ ચાલી રહેલ કોરોના મહામારીને પગલે જાહેર થયેલ લોકડાઉનમાં સૌથી વધુ પ્રભાવિત ગરીબ વર્ગ થયો છે, ત્યારે તેમની જરૂરિયાતને પહોંચી વાળવા રાજ્ય સરકારે નિઃશુલ્ક અનાજ વિતરણ શરુ કર્યું હતું. જે મુજબ પંડિત દિન દયાલ યોજના હેઠળ ચાલતી સસ્તા અનાજની દુકાનો પરથી આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ આ પ્રમાણેની વ્યવસ્થા હોવા છતાં પણ આ કપરી સ્થિતિમાં મોટાભાગના ગરીબો અનાજ વિહોણા રહે છે. ઝી 24 કલાકે આવા ખાલી થેલીનો ભાર ઉંચકતા ગરીબોનો અવાજ સાંભળવાનો પ્રયાશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ દ્વારા 19 નવા જમાતીઓની ઓળખ, તમામને ટેસ્ટ માટે મોકલાયા


ઝી 24 કલાક દ્વારા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અંબાલા ગામની મુલાકાત લેવામાં આવી. અંબાલા ગામ માં રહેતા વિધવા મહિલા  ઇન્દિરાબેન ચીખલીગર ના ઘર ની મુલાકાત લેતા જે દ્રશ્યો સામે આવ્યાએ હ્યદય દ્રાવક હતા. ઇન્દિરા બેનના પતિનું વર્ષો પહેલા અકાળે અવસાન થયું હતું. પતિના ગુજરી ગયા બાદ બે બાળકો ની જવાબદારી ઇન્દિરા બેન પર આવી પડી હતી. પતિ મિલ્કતમાં ઝુંપડા જેવું ઘર અને બે બાળકો ની જવાબદારી માથે છોડી જતા ઇન્દિરા બેન પર આભ તૂટી પડ્યું હતું. પેટે પાટા બાંધી ઈન્દિરાબેને પોતાના બાળકો મોટા તો કર્યા પરંતુ હવે આધેડ વયે બે સંતાનો હોવા છતાં તેમને એકલા રહેવું પડે છે. ઇન્દિરા બેનની પરિસ્થિતિ એવી છે કે તેમને રોજ કમાઈ ને રોજ ખાવું પડે.કોઈ મૂડી મિલ્કત ન હોવા ને કારણે હાલ ના લોકડાઉન માં ઇન્દિરાબેન ની સ્થિતિ એટલી દયાજનક છે કે ખાવા ના ફાંફા પડી રહ્યા છે. 


સાવધાન: સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો


હાલ સરકાર દ્વારા ગરીબ લોકો માટે નિઃશુલ્ક અનાજ વિતરણ ની જાહેરાત થતા આશા નું એક કિરણ દેખાયું કે સરકાર દ્વારા મળતા અનાજ થી થોડા દિવસ તો કઈ પણ રીતે ગુજારો થઇજશે।હોસે હોસે ઇન્દિરા બેન પોતાના ઘરે થી ખાલી થેલી ઓ લઇ ગામ માં જ આવેલી સસ્તા અનાજ ની દુકાન પર પોતાનું રાશનકાર્ડ લઇ પહોંચી ગયા.દુકાનદારે ઇન્દિરા બેન ને અનાજ મળવા પાત્ર નથી અને એમાં સિક્કા મારેલ નથી તેથી તેમને અનાજ નહિ મળી શકે તેમ જણાવતા ઈન્દિરાબેને રજૂઆત કરી આ હાલ આવી પરિસ્થિતી માં પોતે સિક્કા ક્યાં થી મરાવી લાવશે।તે છતાં પણ દુકાનદારે ઇન્દિરા બેન ની એક ના સાંભળી અને ખાલી થેલી લઇ અનાજ લેવા ગયેલ ઇન્દીરાબેન ભારોભાર નિરાશા પોતાની સાથે લીધેલ થેલી માં ભરી પોતાના ઘરે પરત આવ્યા। ઇન્દિરા બેન જેવી જ પરિસ્થિતિ અંબાલા ગામ ના મોટાભાગ ના રહીશોની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube