મૌલિક ધામેચા/અમદાવાદ :  શહેરના સોલા સિવિલ માંથી બાળકીના અપહરણ મામલે સોલા પોલીસે આરોપી મહિલાના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન મહિલા છેલ્લા નવ મહિનાથી આ કાવતરું રચ્યું હોવાનુ સામે આવ્યું છે. અને માસ્ટર પ્લાન બનાવીને આ ઘટના ને અંજામ આપ્યો છે. સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ કરનાર મહિલા નગ્મા છેલ્લા નવ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD માં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક, પડતર પ્રશ્નોને બળકટ રીતે ઉઠાવાશે


મહિલાના લગ્નગાળાને સાત વર્ષ જેટલો સમય થયો હતો. જો કે સંતાન ના થતું હોવાથી તેનું લગ્ન જીવન ભંગાણ ના આરે હતું. જેથી તે છેલ્લા નવ મહિનાથી તેના સાસરે ગઇ નોહતી. અને સાસરિયાંમાં પણ  પોતે ગર્ભવતી હોવાનું કહ્યું હતું. જોકે નવ મહિના જેટલો સમય વિતી ગયા બાદ તે સોલા સીવીલમાંથી બાળકીનું અપહરણ કરીને તેની સાસરીમાં ગઈ હતી અને પોતે બાળકીને જન્મ આપ્યો છે તેવી જાણ કરી હતી. 


AHMEDABAD: ટ્રાફિક પોલીસ નહી વસુલે એક પણ રૂપિયો દંડ, અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય


આરોપી મહિલા ચારેક મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલ આવી હતી. જ્યાં તેણે પ્રસુતિ વિભાગમાં અનેક બાળકોને જોતા જ અહીં એક બાળકનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો. બે મહિના અગાઉ પણ તેણે બે વખત બાળકના અપહરણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહી હતી. જેથી ત્રીજી વખત અપહરણ માટે બપોરના ચાર વાગ્યાથી જ હોસ્પિટલમાં ધામા નાંખી દીધા હતા. હોસ્પિટલમાં ક્યાંથી પ્રવેશ કરાય કેવી રીતે બહાર નીકળી શકાય ક્યાં ક્યાં સિક્યુરિટીની નજર રહે છે.


SURAT માં જ્વેલર્સમાં નોકરી કરતા સેલ્સમેને શેઠને લોકડાઉનમાં એવા ડુબાડ્યાં કે હવે કિનારો જ નથી મળતો


આ તમામ બાબતોની રેકી કરી દીધી હતી. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે સોલા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે કે જ્યાં અગાઉ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. ત્યાં જઈને છૂપાઈ ગઈ હતી. બાદમાં એક વાગે તે બાળકીનું અપહરણ કરી પલાયન થઈ ગઈ હતી. આ મહિલાનો પ્રથમ પ્લાન તો બાળકને દત્તક લેવાનો હતો પરંતુ જટિલ પ્રક્રિયાના કારણે તે બાળક દત્તક લઇ શકી ન હતી. જોકે બાળકનું અપહરણ કર્યા બાદ જ્યારે તે ઘરે પહોંચી હતી ત્યારે તેની માતા અને બહેનને તો તેણે આ બાળક દત્તક લીધું હોવાની જ જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube