સંદીપ વસાવા/માંડવી: માંડવી તાલુકાના અરેઠ ગામે ચાલી રહેલ સ્ટોન ક્વોરીના વિરોધની લડત ઉગ્ર બની ગઈ છે. આજથી પાંચ દિવસ માટે અરેઠ ગામ બંધ રહેશે. સ્ટોન ક્વોરી પર ધરણાં કરવા જતાં ગ્રામજનોને પોલીસે અટકાવ્યા હતા. હવે શનિવારે રેવન્યુ, ભૂસ્તર વિભાગ, પોલીસ અને ગ્રામજનો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસમાં ત્રણ વાર વેગન બ્લાસ્ટ
તમારે જો જાપાન જેવા ધરતીકંપના આંચકા અનુભાવવા હોય ને તો માંડવી તાલુકાના અરેઠ ગામે આવો. જાપાન માતો ધરતીના પેટાળમાં થતી હલચલને લઈને ધરતીકંપ અનુભવાય છે. પરંતુ માંડવીના અરેઠમાં આ ધરતીકંપના આંચકા માનવ સર્જત છે. અને જેનું પાછળનું કારણ છે આ વિસ્તારમાં ધમધમતો સ્ટોન ક્વોરી ઉદ્યોગ. આ ક્વોરી ઉદ્યોગને લઈને ગ્રામજનોનો જીવવું મુશ્કેલ બની ગયું છે. અરેઠ ગામની આસપાસમાં પાંચ જેટલી ક્વોરી કાર્યરત છે. ગ્રામજનોનું માનીએ તો આ ક્વોરીઓમાં થતા બ્લાસ્ટ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આ ક્વોરી માલિકોને 24 કલાક દરમ્યાન માત્ર એકવાર બ્લાસ્ટ કરવાની પરમિશન હોય છે. પરંતુ ક્વોરી માલિકો દિવસમાં ત્રણ વાર વેગન બ્લાસ્ટ કરી રહ્યા છે


ગામમાં લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ
સમાન્ય બ્લાસ્ટની પરમિશન છતાં વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. સામાન્ય બ્લાસ્ટ અને વેગન બ્લાસ્ટમાં ખુબજ અંતર હોય છે. સામાન્ય બ્લાસ્ટ ૧૦ થી ૨૦ ફૂટ ડ્રિલીગ કરી કરવામાં આવે છે. જ્યારે વગન બ્લાસ્ટ માં ટ્રેક્ટર વડે ૧૦૦ થી ૨૦૦ ફૂટ બોર કરી અંદર હેવી એક્સપ્લોઝિવ નાખી બ્લાસ્ટ કરવામાં આવે છે. જેને લઈ ધરતી ધરધરી ઉઠે છે. અને જે ધરતીકંપના આંચકા સમાન અનુભવાય છે. વગન બ્લાસ્ટના કારણે અરેઠ ગામના ઘરોમાં મંદિરો, પંચાયત મથક, સહિત શાળાઓમાં પણ મોટી મોટી ત્રિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટિંગ બાદ ઊડતી ધૂળમાં કારણે ગામમાં લોકોને શ્વાસ લેવા તકલીફ પડી રહી છે. પાણીમાં સ્તર ઊંડા ઉતરી રહ્યાં છે. પશુપાલનને નુકશાન થઈ રહ્યું છે. ખેતીપાકને નુકસાન થઈ રહ્યું છે. 


ગ્રામજનો છેલ્લા 7 વર્ષથી લડી રહ્યા લડત
ક્વોરીને લઈને ગ્રામજનો છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યા છે. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી તેઓ ફરિયાદ કરી ચુક્યા છે. પરંતુ તંત્રના બહેરા કાને આ ગ્રામજનોનો અવાજ પહોંચી રહ્યો નથી. જેને લઈ આ ગ્રામજનો ન્યાય માટે આજે રસ્તા પર આવવા માટે મજબૂર બન્યા છે. પરંતુ ન્યાય માટે રોડ પર ઉતરેલા આ ગ્રામજનોને પોલીસે પરમિશન નહિ હોવાનું કહી અટકાવી દીધા છે. આ ગ્રામજનોએ ક્વોરી વિરોધ માં પાંચ દિવસ ગામ બંધનું એલાન કર્યું છે. અને ધરણાં માટે પરમિશન માગી હતી. પંરતુ પ્રસાસન દ્વારા છેલ્લી ઘડીએ પરમિશન નહી આપી ગ્રામજનોને ધરણા કરતા રોકવા પોલીસ મોકલી આપી હતી. અને પોલીસે ગ્રામજનોને કવોરી પર ધરણાં કરવા જતાં અટકાવી દીધા હતા.


અરેઠ ગામ સજ્જડ બંધ
ત્રણ કલાક સુધી પોલીસે ગ્રામજનોને સ્તોન ક્વોરી પર જતાં અટકાવ્યા હતા. ઘટનાની ગંભીરતા ને લઈ માંડવી પોલીસ જિલ્લા એલ.સી.બી એસ.ઓ.જી તેમજ મદદનીશ પોલીસ અધિકક્ષક નિધિ ઠાકુર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ગ્રામજનોએ સમજાવવા માં આવ્યા હતા. પ્રસાસન અને પબ્લિક વચ્ચે પોલીસે મધ્યસ્થી કરી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો છે. અને આવતા શનિવારે ભૂસ્તર વિભાગ સ્ટોન ક્વોરી માલિકો, તેમજ પ્રસાસન અને ગ્રામજનો વચ્ચે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ત્યાં સુધી અરેઠ ગામ સજ્જડ બંધ રાખવા ગ્રામજનોએ મન બનાવી લીધું છે. 


હાલ પોલીસે મધ્યસ્થી કરી હાલ પૂરતો મામાલો ઠારે પાડ્યો છે. જોકે આગામી દિવસો માં પ્રસાસન અને પબ્લિક વચ્ચે યોજાનારી બેઠક માં શુ નિવેડો આવે છે તે મહત્વનું બની રેહશે.