જામનગર: શહેરની કોલેજના પ્રિન્સિપાલને પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થી પાસે "SORRY" લખાવવું પડ્યું ભારે. "SORRY" લખાવતી વેળાએ વિદ્યાર્થીએ આક્રોશમાં આવીને પ્રિન્સિપાલ પર કાતર વડે કર્યો જીવલેણ હુમલો સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ થઇ હતી. હુમલો એટલો આક્રમકતાથી કરાયો હતો કે વિદ્યાર્થીને દુર લઇ જવા માટે પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિક્ષા જ નથી આપી એ યુવરાજસિંહ નેતા, હવે વિદ્યાર્થીઓને રઝળાવી ગાયબ !


શિક્ષણ જગતની આ સમગ્ર ચોંકાવનારી ઘટનાની વાત કરવામાં આવે તો જામનગરમાં પંચવટી કોલેજ તરિકે જાણીતી વી એમ મહેતા કોલેજમાં FY BA ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ધર્મરાજસિંહ જાડેજા નામના વિદ્યાર્થી દ્વારા ચોરી કરવામાં આવતી હતી. જે પરીક્ષા ખંડના પ્રાધ્યાપકને ધ્યાને આવતા ક્લાસના પ્રાધ્યાપકે વિદ્યાર્થીને કોપી કેસમાં ઝડપી પ્રિન્સિપાલની ચેમ્બરમાં લઈ જવાયો હતો. ત્યાં કોલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેદ્ર સિંહ દ્વારા વિદ્યાર્થીને માફીપત્ર લખવા જણાવવામાં આવ્યું.


જૂનાગઢ ફોરેસ્ટ વિભાગે સિંહના નખનો બિનકાયદેસર વેપાર કરતી ગેંગનો પર્દાફાશ


બિન સચિવાલય પરીક્ષા વિવાદ: યુવરાજના બદલાયા સૂર, સરકારી 'બ્રહ્મજ્ઞાન' બાદ કહ્યું પરીક્ષા રદ્દ ના થઇ શકે !


કોલેજના પ્રિન્સિપાલને શું માલુમ હશે કે કોપી કેસમાં ઝડપેલ વિદ્યાર્થી પાસે સોરી લખાવવું તેને એટલું વસમું પડશે કે વિદ્યાર્થી દ્વારા આખરે ભારે આક્રોશમાં આવીને પ્રિન્સિપાલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે સમયે માફીનામું લખવામાં આવી રહ્યું તે સમયે કોઈ કારણોસર વિદ્યાર્થી ભારે આક્રોશમાં આવી ગયો હતો. વિદ્યાર્થી દ્વારા ટેબલ પર રહેલી કાતર લઇને પ્રોફેસરના છાતીના ભાગે બેરહમીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ હુમલા દરમિયાન પ્રોફેસર ગંભીર રીતે ઘાયલ થયા.


બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી માત્ર લોલિપોપ!


 


જોકે પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માફીનામું લખાવવા જેવી નજીવી બાબતે પણ કોપી કેસમાં ઝડપાયેલ વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલની છાતી પર જીવલેણ હુમલો કરાતાં લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જી જી હોસ્પિટલમાં તેમને તાબડતોબ સારવાર આપતા તેમનો જીવ બચી ગયો. જોકે આ સમગ્ર ઘટના પ્રિન્સિપાલની ચેમ્બરમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ અને તેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube