અતુલ તિવારી/અમદાવાદ: ફી ન ભરનાર વિદ્યાર્થીઓને સ્કુલ દ્વારા એક રૂમમાં પુરી દેવાની ઘટનાને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. જગતપુર પાસે આવેલ ગ્લોબલ ઇન્ડીયન ઇન્ટરનેશન સ્કુલ દ્વારા એક તરફ નિયમોની ઐસી તૈસી કરીને ફી વસુલવામાં આવતી હોવાની અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરી દેવાની ઘટના સામે આવતા વાલીઓએ સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ ઇન્ડીયન ઇન્ટરનેશનલ સ્કુલ કોઇ મોટા એચિવમેન્ટ્સ માટે નહી પરંતુ મનમાનીને લઇને હાલના દિવસોમાં ચર્ચામાં છે. એફઆરસી દ્વારા જાહેર કરાયેલ પ્રોવિઝનલ ફી લેવાનો સ્કુલે ઇન્કાર કરી દીધા બાદ આરટીઇ એક્ટનુ ઉલ્લંધન કરીને સ્કુલ દ્વારા 40થી વધુ વિદ્યાર્થીઓને ડીસમિસ કરી દીઘા છે. સ્કુલના પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓને ડીસમિસ કરવામા આવ્યા છે. તેવા વિદ્યાર્થીઓને ક્લાસમાં ન બેસાડાતા એક રૂમમાં પુરી દેવામાં આવ્યા છે. અને બીજીતરફ આ રૂમના સીસીટીવી પણ ચાલુ નહોવાનુ સામે આવતા સ્કુલ સામે અનેક શંકાઓ ઉદ્દભવી રહી છે.


રેશમા પટેલે પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ


એફઆરસી દ્વારા સ્કુલને વિદ્યાર્થીઓના એલસી મામલે નોટિસ પણ ફટકારવામાં આવી છે તેમ છતા પણ સ્કુલ દ્વારા એફઆરસીનુ નહી પરંતુ પોતાની જ મનમાની ચલાવી રહી છે. સ્કુલે વિદ્યાર્થીઓને ક્લાસમાં પ્રવેશ ન આપતા એક રૂમમાં પુરીને વાલીઓને ફોન કર્યો હતો જેને લઇને મામલો બિચક્યો હતો. વાલીઓને બોલાવ્યા બાદ પણ સ્કુલ દ્વારા વાલીઓનો પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેને લઇને વાલીઓએ પોલિસ બોલાવવાની ફરજ પડી હતી.



હોબાળા બાદ ડીઇઓના અધિકારીઓએ સ્કુલ આવ્યા હતા. પરંતુ ડીઇઓ સામે પણ સ્કુલ સંચાલકો પોતાની મનમાની કરતા નજરે પડ્યા. ડીઇઓના અધિકારીએ વાલી અને સ્કુલ સંચાલકો વચ્ચે સુલેહની કોશિષ કરી તેમ છતા પણ સંચાલકોએ પોતાની તગડી ઉચી રાખતા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેનો રિપોર્ટ ડીઇઓના અધિકારીઓ એફઆરસીને સોંપશે.