અરવલ્લી : જિલ્લામાં રવિ સીજન ચાલુ થતા ખેડૂતો રવિ પાકની વાવણી તરફ વળ્યા છે, ત્યારે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું છે. જો કે બટાકાના બિયારણના ભાવમાં ગયા વર્ષ કરતા બમણો વધારો થતા ખેડૂતો પરેશાન બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સીજન બાદ હવે રવિ પાકનું વાવેતર શરુ થઇ ચૂક્યું છે. ગયા વર્ષે જિલ્લામાં રવિ પાકમાં સૌથી વધુ ૬૦ હજાર હેકટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર થયું હતું. જ્યારે ૨૨ હજાર હેકટરમાં બટાકાનું વાવેતર થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM રૂપાણીએ તમામ નાગરિકોને પાઠવી દિવાળીની શુભેચ્છા, કહ્યું કોરોના છે તે ભુલવાનું નથી


ચાલુ  રવિ સીજનમાં ખેડૂતો ઘઉંના પાક કરતા બટાકાનું વાવેતર કરવા તરફ વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં  ૧૦૬૦૦ હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર જ્યારે ૧૫ હજાર હેકટર કરતા વધુ જમીનમાં બટાકાનું વાવેતર થઇ ગયું છે. અરવલ્લી જિલ્લાનું વાતાવરણ બટાકાના પાક માટે સારું હોવાનું ખેડૂતો માની રહ્યા છે. બીજી તરફ બટાકાનું સીધું વેચાણ વેફર્સ બનાવતી કંપનીઓમાં થઇ જતા ખેડૂતોને પાક વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે છે. જેથી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણું વાવેતર થયું છે. 


દિવાળી સમયે જ્યાં લાખો ભક્તો દ્વારકાધીશ કી જયનાં નાદ કરતા હોય ત્યાં અત્યારે ચકલા ઉડે છે


જિલ્લામાં બટાકાનું વાવેતર બમણું થવાની સાથે મોટી મુશ્કેલી ખેડૂતોને વાવેતર માટે બિયારણના વધેલા ભાવની નડી રહી છે. ગયા વર્ષે બટાકાના બિયારણનો ભાવ ૧૨૫૦ પ્રતિ ૨૦ કિલોનો હતો. જે વધી ચાલુ સાલે ૨૫૦૦ થઇ ગયો છે. બીજી તરફ ખાતર ખેડ પણ મોઘા બનતા ખેડૂતોને બટાકાનું વાવેતર મોઘું બન્યું છે. ત્યારે ચાલુ સાલે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવા તરફ વળ્યા છે. પણ વાવેતર મોઘું બનતા ખેડૂતો પરેશાન છે. સમગ્ર મામલે જીલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ સાલે ખેડૂતોએ બટાકાનું વાવેતર ચાલુ કર્યું છે જિલ્લામાં ૧૫ હજાર હેકટર જમીનમાં વાવેતર થઇ ચૂક્યું છે ચાલુ સાલે બટાકાનું બિયારણ મોઘું થવા છતાં બટાકાના પાક્નમાં સારું વળતર મળવાની આશાએ આ વાવેતર વધુ થશે તેવું લાગી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube