જયેશ દોશી/નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરી એક વાર પાણીની વિપુલ આવક થતા નર્મદા નદી બે કાંઠે થઇ છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.61 મીટરે પહોંચી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક નોંધાતા ડેમનાં 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટમાં વરસાદ અને મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમ કારેશ્વર ડેમના ટર્બાઇનો ચાલતા ઉપરવાસમાંથી નર્મદા ડેમના સરદાર સરોવરમાં 2,28,000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવરમાં પાણીની સારી આવક થતા રાજ્યમાં પાણીની તંગી દૂર થશે.


પાકિસ્તાનના કરાચીમાં વસતા હિન્દુ યુગલે રાજકોટમાં આવીને કર્યા લગ્ન


14 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2,88,476 ક્યુસેક છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા બે કાંઠે વહી રહી છે. ત્યારે બીજી બાજુ પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 3 ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. અને રોજની 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન હાલ કરવામાં આવી રહ્યું છે.


જુઓ LIVE TV...