તૃષાર પટેલ/વડોદરા: કરબલાની શહીદીને યાદ કરતા મુસ્લિમ બિરાદરો તાજીયા સાથે મોહરામની ઉજવણી કરે છે. ઇમામ હુસૈન અને 72 સાથિયો સાથે શહીદીની યાદ માતમના આ પર્વમાં ફક્ત મુસ્લિમ બિરાદરો જ નહીં પણ માનવતાને માનનારા તમામ લોકો તાજિયાને સન્માન આપે છે. કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ એટલે તાજીયાને ગાયકવાડી સમયના કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિરે ઠંડા કરવાની પરંપરા. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને એ મુજબ આજે નાગરવાડા વિસ્તારના તાજીયા બહુચરાજી મંદિરે આવી પહોંચ્યા હતા. પૂજારી દ્વારા તાજીયાને વિધિ વિધાન પૂર્વક ઠંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજીયા ઠંડા કરવાની 350 વર્ષ જુની પંરપરા 
વડોદરામાં ગાયકવાડી શાસનના સમયે મહોરમના પર્વે તાજીયાને સન્માન આપવા ખુદ રાજવી પરિવાર હકીમ સાહેબના ઘરે જતા. અને એ જ મુજબ હકીમ પરિવાર પણ રાજવી પરિવારના તાબા હેઠળના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર ખાતે તાજીયાને ઠંડા કરવા જતાં હતાં. મહોરમ દરમિયાન તાજીયા ઠંડા કરવાની 350 વર્ષની પરંપરા આજે પણ યથાવત છે.  નાગરવાળાથી મોટી સંખ્યામાં કાળા રંગના વસ્ત્રો પહેરીને અનેક મુસ્લિમ યુવકો અને આગેવાનો આ તાજીયાને લઈને બહુચરાજી મંદિરે પહોંચ્યા હતા, અને વર્ષોની પરંપરા મુજબ બહુચરાજી મંદિરના પૂજારીના હાથે સન્માન સાથે ગુલાબજળ મિશ્રિત અત્તરના પાણીથી તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા.


[[{"fid":"183259","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vadodara-Tajiya-1","field_file_image_title_text[und][0][value]":"Vadodara-Tajiya-1"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Vadodara-Tajiya-1","field_file_image_title_text[und][0][value]":"Vadodara-Tajiya-1"}},"link_text":false,"attributes":{"alt":"Vadodara-Tajiya-1","title":"Vadodara-Tajiya-1","class":"media-element file-default","data-delta":"1"}}]]


વડોદરાના તાજીયામાં જોવા મળે છે, કોમી એકતા
કરબલામાં હજરત ઇમામ સહિત 72  શહીદોની યાદમાં મહોરમના તાજીયા કોમી એખલાશના પ્રતીક સમાન ગણાય છે. અને જે લોકો માનવતામાં માને છે તે તાજીયાને સન્માન આપે છે ,કારણકે કરબલામાં શહીદ થનાર ફક્ત મુસ્લિમ નહીં પણ તમામ કોમના લોકો જે આતંકવાદ સામે લડતા શહીદ થયા હતા તેમની યાદમાં તાજીયા નિકળે છે. તાજીયા વડોદરામાં કોમી એખલાસની મિશાલ આપતા આ મહોરમના પર્વે બહુચરાજીના મંદિરે તાજીયાને ઠંડા કરવાનની પરંપરા હજી પણ યથાવત રહી છે. આ ઉપરાંત મંદિર ખાતે નવરાત્રીની ઉજવણી દરમિયાન મુસ્લિમ બિરાદરો પણ નવરાત્રિ માં ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. હાલમાં ગણેશોત્સવના અને મહોરમના પર્વ સાથે આવ્યા છે, ત્યારે દેશના નાગરિકોને કોમી એખલાસ સાથે ભાઈચારાનો સંદેશ મળી રહે તે માટે હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને કોમના લોકો પરસ્પર હળીમળીને ઉત્સવ ઉજવે છે.