ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ
Loksabha Election 2024: રાજનીતિના ચાણક્ય કહેવાતા શાહે એક બાદ એક બેઠકો પણ શરૂ કરી દીધી છે. તો પોતાના મતવિસ્તારમાં જંગી રોડ શોનું પણ આયોજન કર્યું છે.દેશના ગૃહમંત્રી અમિત શાહ વતન ગુજરાત આવ્યા છે. તેમણે પોતાના મતવિસ્તારમાં પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા. ગાંધીનગર લોકસભા બેઠકની ઘાટલોડિયા વિધાનસભામાં તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પ્રચાર પણ તેજ કરી દીધો છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે. પોતાના મત વિસ્તારમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા છે. રાજનીતિના ચાણક્ય કહેવાતા શાહે એક બાદ એક બેઠકો પણ શરૂ કરી દીધી છે. તો પોતાના મતવિસ્તારમાં જંગી રોડ શોનું પણ આયોજન કર્યું છે.
- ચૂંટણીમાં ચાણક્યનો ઝંઝાવાતી પ્રચાર
- મતવિસ્તારમાં કાર્યક્રમો કર્યા શરૂ
- પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે બેઠકો
- 26માંથી 26 બેઠક જીતવાનો ટાર્ગેટ
- 5 લાખથી વધુની લીડનો છે લક્ષ્ય
રાજનીતિના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ વતન ગુજરાત આવ્યા છે. તેમણે પોતાના મતવિસ્તારમાં પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા. ગાંધીનગર લોકસભા બેઠકની ઘાટલોડિયા વિધાનસભામાં તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી. ગુજરાત આવેલા શાહે મેમનગરના સુભાષ ચોકમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. અને આ દર્શન સાથે જ વિધિવત રીતે પોતાના પ્રચારનો પ્રારંભ કરી દીધો. તો એક જનસભાને સંબોધનતા તેમણે પોતાના જૂના સ્મરણો વાગોળ્યા હતા.
અમિત શાહે જનસભાને સંબોધતા પોતાના જૂના સ્મરણો તો તાજા કર્યા જ..સાથે સાથે મોદી સરકારે કરેલા કામોને યાદ કર્યા હતા. અમદાવાદના કાર્યક્રમ પછી અમિત શાહ ગાંધીનગર લોકસભાના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓ અને લોકસભા બેઠકના પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા. બેઠકમાં અમિત શાહે ગાંધીનગરમાં 10 લાખથી જીતવાનો ટાર્ગેટ આપ્યા હતો. સાથે જ ગાંધીનગરમાં ઘરે ઘરે હું છું અમિત શાહ અભિયાન પણ આગળ વધારવા માટે આહવાન કર્યું હતું. તો કાર્યકરોને એક એક મતદાર સુધી પહોંચવા માટે અપીલ કરી હતી.
અમિત શાહ પોતાના મતવિસ્તારમાં જંગી રોડ શો પણ કરવાના છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠકથી ગાંધીનગરની ગાંધીનગર ઉત્તર વિધાનસભા સુધી આ રોડ શો યોજાશે..જ્યારે અમિત શાહ ફોર્મ ભરવા જશે તેના પહેલા દિવસે આ રોડ શો યોજાશે. સવારે 11 વાગ્યાથી શરૂ થનારો આ ઝંઝાવાતી પ્રચાર રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. તો ત્યારપછી દરેક વિધાનસભામાં પણ રોડ શો કરવાનું પ્લાનિંગ કરાયું છે.
- શાહ કરશે ઝંઝાવાતી પ્રચાર
- ઘાટલોડિયા બેઠકથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સુધી રોડ શો યોજાશે
- અમિત શાહ ફોર્મ ભરવા જશે તેના પહેલા દિવસે આ રોડ શો યોજાશે
- સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે આક્રમક પ્રચાર
- દરેક વિધાનસભામાં પણ રોડ શો કરવાનું પ્લાનિંગ કરાયું
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા આવે છે. આ તમામ વિધાનસભામાં શાહ પ્રચાર કરી પોતાના માટે મત માગશે. તો દેશમાં અન્ય જગ્યાએ પણ અમિત શાહ ભાજપ માટે મત માગશે.16 માર્ચે ચૂંટણી કમિશન લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ત્યારપછી આચારસંહિતા લાગુ થઈ જશે. લગભગ દોઢ મહિના સુધી દેશની અંદર રાજકીય માહોલ જોવા મળશે.