જમીલ પઠાણ/છોટાઉદેપુર : જિલ્લાના નસવાડીમાં શિક્ષક દ્વારા શાળાના પ્રિન્સિપાલની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સનસની મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વેક્સિનની તડામાર તૈયારી: અમદાવાદ કોર્પોરેશને યાદી રાજ્ય સરકારને સોંપી


છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં આજે સવારે ખુની ખેલ ખેલાયો હતો. આરોપી શિક્ષક ઘરમાં ઘૂસીને પતિ-પત્ની પર તૂટી પડ્યો નસવાડીની લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામ-સામે જ રહેતા હતા.  ભરત 12 નંબરના મકાનમાં રહે છે, તો મરનારનો પરિવાર 16 નંબરના મકાનમાં ભાડેથી રહે છે. 


રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને લેખક જયંત મેઘાણીનું નિધન થયું


આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા
શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કૌટુંબિક સબંધો હતા અને તેઓ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા અને આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે હત્યાનું કારણ હજી અંકબધ જ છે. હાલ તો પોલીસ દ્વારા ભાગેડુ શિક્ષકને ઝડપી લેવા માટે અને ઘાતકી હુમલા પાછળનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube