ચેતન પટેલ/સુરત: શહેરના નાના વરાછા ખાતે આવેલી ચોપાટી પાછળ તાપી નહિ કિનારે છેલ્લા કેટલાય સમયથી દેશી દારુની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. દરમિયાન આજે બપોરના સમયે પાસના કન્વીનર તથા કાર્યકરો દ્વારા આ દેશી દારુની ભઠ્ઠી પર રેડ પાડવામા આવી હતી. રેડ પાડતાની સાથે જ બુટલેગર ત્યાથી ભાગી છુટયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંદાજિત 25 જેટલી દેશી બનાવટનો દારુ ભરેલ બેરેક મળી આવી હતી. પાસની ટીમ દ્વારા પોલીસ કમિશ્નર તથા પોલીસ કંટ્રોલ રુમને આ અંગે માહિતિ આપવામા આવી હતી. આ ઉપરાત પાસના કાર્યકરો દ્વારા દારુ ભરેલ બેરેક નષ્ટ કરવામા આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે મીડિયાને જોતા જ પોલીસ દારુ ભરેલ બેરેક પાસે આવી ન હતી.


અમદાવાદ: બોગસ કોલસેન્ટર શરૂ કરી ડોલરમાં કરતા કમાણી બે લોકો઼ ઝડપાયા


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અહીં તાપી નદિ મારફતે દેશી દારુનો ધંધો ધમધમી રહ્યો હતો. આ અંગે જો સ્થાનિકને જાણ હોય તો શું કાપોદ્રા પોલીસ કે, જે માત્ર 300 મીટર દુર આવેલ છે. તેને જાણ ન હોય હાલ લોકોએ અનેક સવાલો ઉભા કરીને રોષ વ્યકત કર્યો છે. તેઓએ સીધો આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પોલીસને દર મહિને હપ્તા પહોંચતા હોવાને કારણે કોઇ પગલા લેવાતા નથી. હવે આ અહેવાલ બાદ પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા કયા પ્રકારના પગલા લે છે તે તો જોવુ રહ્યુ.