1 ડિસેમ્બરથી સાંજે 4થી 7.30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર, મુલાકાતીઓ માત્ર વોટર શો નિહાળી શકશે
દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર સાંજે 4થી સાંજે 7.30 કલાક સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક મહિના જેટલા લાંબા સમય બાદ ખોલવામાં આવ્યું હતું.
અમદાવાદ : દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર સાંજે 4થી સાંજે 7.30 કલાક સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાથી લોકડાઉન બાદ બંધ થયેલા અક્ષરધામને આઠેક મહિના જેટલા લાંબા સમય બાદ ખોલવામાં આવ્યું હતું.
અક્ષરધામ મંદિર ખૂલ્યા બાદ કોરોનાના સંક્રમણને પગલે મુલાકાતીઓ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અક્ષરધામમાં આકર્ષણના કેન્દ્ર સમાન પ્રદર્શનને પણ બંધ રખાયું હતું. માત્ર દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પરંપરાગત રીતે દીપમાળાની રોશનીથી પ્રગટાવવામાં આવ્યું હતું.
દિવાળી પર્વ બાદ કોરોના સંક્રમણ વધતા અક્ષરધામના સંચાલકોએ સલામતીના ભાગરૂપે અક્ષરધામને તારીખ 30મી નવેમ્બરે પુન બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે અક્ષરધામ હવે ફરી એકવાર ખોલવાનો નિર્ણય લેવાયો છે. અક્ષરધામ 1 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે. સાંજે 730 વાગ્યે અક્ષરધામ બઁધ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે અક્ષરધામમાં ચાલતા વોટર શોને મુલાકાતીઓ નિહાળી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube