Loksabha Electuion 2024: ગુજરાતમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. ચૂંટણીના મતદાન પૂર્વે અમદાવાદમાં બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની 25 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં BDDSને કશું જ વાંધાજનક મળ્યું નથી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે. આ ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના 4 મંત્રીઓનું ભવિષ્ય થશે EVMમાં કેદ, ગુજરાતની 25 બેઠકો પર કયા છે ઉમેદવાર


આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી દીધી છે. અમદાવાદમાં પણ દિલ્લી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિલ્લીમાં પણ રશિયાના સર્વર પરથી મેલ આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોને આ મેઈલ દ્વારા ટાર્ગેટ કરાઈ છે. 


ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ચોમાસું? સારૂ રહેશે કે ખરાબ, અંબાલાલે કરી એક નવી જ વાત


અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ
સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજ્યાણે ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, સવારે 7 સ્કૂલોમાં ધમકી ભર્યા મેલ આવ્યાં હતાં. પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારબાદ એક પછી એક એમ કુલ 25 સ્કૂલોના ધમકી મળી છે. દરેક જગ્યાએ, દરેક શાળાઓમાં ચેકિંગ ચાલુ છે. હજુ સુધી કોઈપણ શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હજુ પણ પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદ સાથે સ્કૂલોમાં સઘન તપાસ કરી રહી છે.


ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયા


સરકાર સતત રાખી રહી છે આ ઘટના પર નજરઃ
હાલમાં પોલીસ ટીમને હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. અમદાવાદ પ્રશાસને વાલીઓને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે અને કહ્યું છે કે જોખમની જરૂર નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્થળ પર હાજર છે. કેન્ટનોન્ટમેન્ટ સ્કૂલ અને બોપલની સ્કૂલમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ત્યાં પણ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસે પણ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા કહ્યું છે. પોલીસ વિભાગ હાલ સઘન રીતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છે. મતદાન પહેલાં આ પ્રકારના સમાચારોને પગલે ગંભીરતા પૂર્વક ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે. 


51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં...


દિલ્લીની જેમ રશિયન સર્વરમાંથી ધમકીનો મેલ આવ્યાનું અનુમાન:
મતદાન પહેલાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી દીધી છે. અમદાવાદમાં પણ દિલ્લી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિલ્લીમાં પણ રશિયાના સર્વર પરથી મેલ આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોને આ મેઈલ દ્વારા ટાર્ગેટ કરાઈ છે. જેમાં અમદાવાદવા ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કેન્ટોન્મેન્ટની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારની અમૃતા સ્કૂલને પણ આ રશિયન મેઈલમાં ટાર્ગેટ કરવામાં આવી છે. કેન્ટોનમેન્ટની સ્કૂલમાં ચેકિંગ પુરુ થઈ ગયું છે તેમાં કઈ મળ્યું નથી. રશિયન સર્વર પરથી આ મેલ આવ્યો હતો.


IFFCO: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર


અમદાવાદની કઈ-કઈ સ્કૂલોને ધમકી મળી?



ઉલ્લેખનીય છેકે, અમદાવાદની જેમ જ અગાઉ આ જ તર્જ પર દિલ્હીની શાળાઓને પણ ઈમેલ મળ્યા હતા જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. દિલ્હીની 100થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જોકે, બાદમાં આ નકલી સાબિત થઈ હતી. આ અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે બોમ્બ સંબંધિત ઈમેલ મોકલવાનો હેતુ "સામૂહિક ગભરાટ ફેલાવવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો હતો." આ દાવો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી FIRમાં કરવામાં આવ્યો છે.


આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક


એફઆઈઆરની ઍક્સેસ ધરાવતા એક સત્તાવાર સ્ત્રોતના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 5:47 થી બપોરે 2:13 વાગ્યાની વચ્ચે કેટલીક શાળાઓમાંથી ઓછામાં ઓછા 125 કોલ બોમ્બની ધમકીને લઈને આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે કોલ મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમ (પીસીઆર)ના વાહનો શાળામાં પહોંચ્યા અને જિલ્લા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ), એમએસી, સ્પેશિયલ સેલ અને ક્રાઈમ કંટ્રોલ રૂમ, ડીડીએમએસ, એનડીઆરએફ, 'ફાયર કેટ્સ'ને એલર્ટ કર્યા. અન્ય એજન્સીઓ કરવામાં આવશે.