અમદાવાદ : ત્રણ દરવાજા માર્કેટ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યું
વિકેન્ડ કર્ફ્યૂને કારણે અમદાવાદ લોકલ ત્રણ દરવાજા માર્કેટ બંધ કરાવવામાં આવ્યું હતું. દિવાળી અને બેસતા વર્ષની ખરીદી દરમિયાન માધ્યમોમાં પોતાની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરાના કારણે છવાયેલું રહેલું માર્કેટ હવે કોર્પરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે.
આશ્કા જાની/અમદાવાદ : વિકેન્ડ કર્ફ્યૂને કારણે અમદાવાદ લોકલ ત્રણ દરવાજા માર્કેટ બંધ કરાવવામાં આવ્યું હતું. દિવાળી અને બેસતા વર્ષની ખરીદી દરમિયાન માધ્યમોમાં પોતાની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરાના કારણે છવાયેલું રહેલું માર્કેટ હવે કોર્પરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રકઝક અને સમજાવટ બાદ તમામ ફેરિયાઓ દ્વારા માર્કેટ બંધ કરવાનાં તંત્રના નિર્ણય સાથે સંમત થયા હતા. તમામને હાલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા હટાવવાની કામગીરી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેવામાં તહેવારો સમયે અહીં ખુબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તેને લઈને તંત્ર દ્વારા માર્કેટ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીંના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જેને લઇને સોશિયલ distance નો ભંગ થતો જોવા મળે છે. જેને લઇને ભીડને નિયંત્રિત કરવા માટે હાલ માર્કેટ બંધ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube