વ્યારા : આદિવાસી ભોળી ગરીબ પ્રજાને લોભામણી જાહેરાતો આપી તેમને છેતરીને લાખો કરોડો રૂપિયા ઉસેટી જનાર એક સાતીર વર્ષો બાદ વ્યારા પોલીસ હાથે લાગ્યો છે. પોલીસ તેની સાથે કેટલા ની સામેલગીરી છે તેની તજવીજમાં લાગી છે. તાપી જિલ્લાના વ્યારામાં સનસાઈન પ્લોટિંગ એન્ડ સ્ટ્રક્ચર પ્રા. લી. નામની કંપની બનાવી તેમાં રોકાણ કરવાના બહાના હેઠળ લોભામણી સ્કીમો આપી તાપી જિલ્લાની ભોળી પ્રજાને છેતરી 2016 ના વર્ષમાં કંપની બંધ કરી લાખો કરોડો રૂપિયા ઉસેટીને ફરાર થઈ જનાર આ કમ્પનીના હેડ અને વ્યારાના બેડકુંવા ગામના રહીશ નિર્મલ ગામીત અને તેની કંપનીના અન્ય ચાર વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકી નિર્મલ ગામીતને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યારે પણ ન થયો હોય તેવો સહસ્ત્ર કળશ મહોત્સવ અભિષેકની જળયાત્રાનો પ્રારંભ


આ શાતીર ટોળકીનો મુખ્ય સૂત્રદાર નિર્મલ ગામીત માત્ર 12 મુ ધોરણ ભણેલ છે, તેણે તેના મિત્રો સાથે 2013 ના વર્ષમાં સનસાઈન પ્લોટિંગ એન્ડ સ્ટ્રક્ચર પ્રા. લી.ની કમ્પની સ્થાપીને લોકો પાસે સારા વ્યાજ આપવાની લાલચ આપી બચતના નામે રૂપિયા પડાવ્યા, તેણે તાપી જિલ્લામાજ નહિ ભરૂચ, રાજપીપળા, વાંસદા, વલસાડમાં પણ કંપનીના નામે ઉઘરાનું કરીને રફુ ચક્કર થઈ ગયો હતો. જે અંગે 2020 ના નવેમ્બર માસમાં વ્યારામાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આ સાતીર તોડકીની શોધખોળ આદરી અને તેનો મુખ્ય સૂત્રદાર નિર્મલ ગામીત પોલીસ હાથથે ઝડપાઇ ગયો. પોલીસે તેને પકડી વિવિધ દિશાઓમાં તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.


ગુજરાતમાં દુષ્કાળ નહી પડે: મુરઝાઇ રહેલા ગુજરાત માટે સારા સમાચાર, ધોધમાર વરસાદ થશે


હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ઇપીકોની કલમ 406, 417, 420, 34 તથા થાપનદારોના હિતમાં રક્ષણ બાબત અધિનિયમ 2003 ની કલમ 3 મુજબ ફરિયાદ નોંધીને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે, આરોપી લાંબા સમયથી ફરાર હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube