નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ-વેના ટોલ ટેક્સમાં આજ રાતથી વધારો થઈ રહ્યો છે. ટોલટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલટેક્સમાં દોઢ ઘણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોશ છે. અત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખરાબ છે. ઠેર ઠેર ખાડા પડ્યા છે. આથી એ વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ધબધબાટી બોલાવશે મેઘો! ખાડીની સિસ્ટમ ફરીથી આવી રહી છે ગુજરાત તરફ, આ તારીખથી વરસાદ


જોકે તેમ છતાં રસ્તાઓની હાલત સુધાર્યા વિના ટોલટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ટ્રાન્સપર્ટરો વિરોધ કરી રહ્યા છે. વાપીમાં રોજિંદા 4,000 થી વધુ ભારે વાહનોની અવર-જવર થાય છે. ત્યારે ટોલટેક્સ વધારાનો વિરોધ કરવા વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટોલટેક્સ વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટોલટેક્સ પર બેફામ ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે. ત્યારે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના પ્રથમ ટોલ ટેક્સ એટલે બગવાડા ટોલ ટેક્સ. આ બગવાડા ટોલ ટેક્સ પર રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વાહનો પાસેથી લેવાય છે. નેશનલ હાઈવે 48 પર પડેલા મસ-મોટા ખાડાઓના કારણે અકસ્માત સર્જાય છે. 


અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે આ કામ


તો બીજી તરફ હાઇવે પરના ખાડાઓના કારણે બેફામ ટ્રાફિક જામ સર્જાય છે. આ ટ્રાફિક જામ અને બેફામ ટોલ વધારો ટ્રાન્સપોર્ટરો ની કમર તોડી નાખી છે. જો કે દર વર્ષે હાઇવે પર ખાડા પડતા હોવા છતાં હાઇવે ઓથોરિટી હંમેશા ઊંઘમાં હોય તેવું જ જોવા મળી રહ્યું છે. હાઇવે પર જોવા મળતા ખાડાઓ હાઇવેના અધિકારીઓને દેખાતા નથી. પણ ભાવ વધારો દર વર્ષે કરવામાં આવે છે .. ટોલટેક્સમાં થયેલા વધારાનો વિરોધ કરવા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાપીના વી.ટી.એ ઓફિસ ખાતે એક બેઠક મળી હતી. 


દુ:ખદ ઘટના! 27 વર્ષીય મુસ્લિમ સિંગરનું મોત, પરિવારનો ઝેર આપ્યું હોવાનો આક્ષેપ


આ બેઠકમાં સરકાર અને નેશનલ હાઇવે ઓથોરોટી વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો. તાત્કાલિક અસરથી રોડ રીપેર કરવાની માંગ કરી છે તો આ ટોલ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે અને જો આ મામલે કોઈ ઘટતું ન કરવામાં આવે તો આવતા દિવસોમાં જલદ પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.