ગુજરાતભરમાં ચર્ચાનો વિષય! સુરતમાં આ બેંકને RBI એ ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો કેમ
આરબીઆઈ એ શહેરી સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ આ કાર્યવાહી કરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 46(4)(i) અને 56 સાથે વાંચવામાં આવેલી કલમ 17 A(1)(e) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ પંચશીલ મર્કન્ટાઇલ બેંકને આરબીઆઇ દ્વારા બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ કાર્યવાહી 50 હજારનો દંડ ફટકાર્યો છે. મર્કન્ટાઈલ બેંકને આરબીઆઇ દ્વારા ફટકારવામાં આવેલ દંડ બદલ શહેરની અન્ય બેંકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની રહ્યો છે.
ગુજરાતમાં ભાજપને ફરી પડકારશે કેજરીવાલ: આ છે 2 દિવસનો પ્લાન, માન પણ આવશે
સુરતમાં પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકને આરબીઆઈ એ 50,000 નો દંડ કર્યો છે. બેંકને દંડ ફટકારતા શહેરભરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આરબીઆઈ એ શહેરી સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ આ કાર્યવાહી કરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 46(4)(i) અને 56 સાથે વાંચવામાં આવેલી કલમ 17 A(1)(e) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આફતનુ સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે ભારે વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ
નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆતો બાદ આ દંડ કરાયો છે. આ અંગે બેંકના ચેરમેન મયુર ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનો ટેકનિકલ ઇસ્યુ છે. સમગ્ર પ્રકરણ વર્ષ 2020-22 દરમિયાનનો છે. બેંકની કુલ ડિપોઝિટના પાંચ ટકા સિંગલ બેંકમાં અને ગ્રુપ બેંકમાં 20 ટકા રકમ રાખી શકાય છે. જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવવાના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે.
લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો; મુસ્લિમ યુવકે નામ બદલી હિન્દુ યુવતીને એવી ફસાવી કે...
સિંગલ બેંક અને ગ્રુપ બેંકમાં લિમિટ બ્રિસ થતા સંજોગો બન્યા છે. બેંકની રજૂઆત અને પરિસ્થિતિને જોતા ઓછો દંડ કરાયો છે. આ પ્રકારના કેસમાં એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે. પ્રકરણ બાદ બેંકમાં રોજેરોજની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.