• હપ્તાની સાંકળે બાંધેલું તંત્ર રખડતા ઢોર સામે નતમસ્તક, વૃદ્ધાને હવામા ફંગોળ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ : રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખુબ જ વધી ચુક્યો છે. જો કે આ અંગે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી ઠાલા વચનો આપી ચુક્યાં છે. પરંતુ હપ્તાઓની સાંકળે બંધાયેલું તંત્ર આ અંગે વિશેષ કાંઇ કરી શકે તેમ નથી. જેના પગલે શહેર હોય કે ગામડું દરેક સ્તરે રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે કોઇને કોઇને રખડતા ઢોરનો ભોગ બનવું પડે છે. 


વલસાડમાંથી વધુ આવી ઘટના સામે આવી છે. વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવડા ગામના યોગેશ્વર નગર ખાતે એક બળદે પાણી ભરી રહેલા વૃદ્ધાને શિંગડે ચડાવીને હવામાં ફંગોળી દેતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે સ્થાનિકોની સમય સુચકતાને કારણે તેમણે બળદને ભગાડ્યો હતો. અને વૃદ્ધાને 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં વૃદ્ધા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.


વલસાડ શહેર નજીક આવેલા યોગેશ્વર નગર ખાતે નિર્મલાબેન છગનભાઇ સોની એકલા જ રહે છે. ઘર નજીક આવેલા મેદાન પાસે પાણી ભરી રહ્યા હતા. તેવામાં અચાનક એક બળદ ક્યાંકથી દોડી આવ્યો હતો અને નિર્મલાબેનને હવામાં ફંગોળી દીધા હતા. સ્થાનિક લોકો કંઈક સમજે તે પહેલાં બળદે નિર્મલાબેનને સિંગડામાં ભેરવી હવામાં ફંગોળી દીધા હતા.


ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. હડકાયા બનેલા બળદને દૂર કરીને 108ની ટીમની મદદ વડે વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે અગ્નિવીર ગૌરક્ષક દળની ટીમને અને નગર પાલિકાને આવા રખડતા અને હડકાયા બનેલા પશુધનને સુરક્ષિત રીતે ખસેડી દેવાની માંગ સાથે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube