ચા પીવા દર્દી સિવિલ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને મળ્યું કરૂણ મોત, જાણો શું છે કારણ?
![ચા પીવા દર્દી સિવિલ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને મળ્યું કરૂણ મોત, જાણો શું છે કારણ? ચા પીવા દર્દી સિવિલ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને મળ્યું કરૂણ મોત, જાણો શું છે કારણ?](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2025/01/29/635062-rajkot-zee.jpg?itok=gv87SvR8)
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલે છે. આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડામાં પડી જવાથી જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દી નું મોત થયું છે.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે બેદરકારી દર્દી માટે જ જીવલેણ સાબિત થઈ છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીને મોત મળીયુ છે. ચા પીવા વોર્ડની બહાર નીકળતા જ સિવિલ હોસ્પિટલના ગેઇટ માટે પડેલા ખાડામાં પડી જતા મોત થયું હતું. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરી એકવાર ગુજરાત ખતરામાં! આ જિલ્લામાં નોંધાયો જીવલેણ રોગનો કેસ, આખરે હોસ્પિટલમાં મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજાની કામગીરી ચાલે છે. આ દરવાજાની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ પાસે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખાડામાં પડી જવાથી જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દી નું મોત થયું છે. પેટના સોજાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. વહેલી સવારે ચા પીવા માટે ગયા હતા એ જ સમયે ખાડામાં પડી જવાથી થયું હતું.
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: GPSC 2025નું કેલેન્ડર જાહેર
આ સમગ્ર ઘટના અંગે મૃતના ભાઈ એ કહ્યું હતું કે મારા ભાઈ છેલ્લા ત્રણ દિવસથી પેટમાં પાણી ભરાવાની સારવાર અર્થે દાખલ હતા. આજે તેમને રજા આપવાના હતા પરંતુ તેમનું મોત થયું છે..વહેલી સવારે તેઓ વોર્ડમાંથી નીચે આટો મારવા નીકળ્યા હતા જે દરમિયાન ખાડામાં પડી જવાથી મોત થયું છે. તેમણે કહ્યું હતું કે સિવિલ તંત્ર એ ધ્યાન રાખવું જોઈએ આ ખાડા ના ફરતે સિક્યુરિટી સ્ટાફ રાખવો જોઈએ. તંત્રની બેદરકારીના કારણે જ આ પ્રકારનો બનાવ બન્યો છે. જો સિવિલ તંત્ર અહીંયા હજુ સિક્યુરિટી ગાર્ડ નહીં રાખે તો આવા બનાવો બનતા રહેશે. આ મામલે હું પોલીસ ફરિયાદ પણ નોંધાવીશ..બેદરકારો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે.
દ્વારકાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ; ફરવા જવાનો પ્લાન હોય તો વાંચી લેજો, નહીં તો ભરાશો!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનાથી મૃતકના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે દોશ સિવિલ હોસ્પિટલ પર ઢોળાયો હતો.. ત્યારે સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માકડીયા સામે આવ્યા હતા અને કહ્યું હતું કે વહેલી સવારે આ ઘટના બની હતી. આ બાબતે એક ટીમ બનાવવામાં આવશે જે સમગ્ર ઘટનાની તપાસ કરશે તપાસ સમિતિ ના રિપોર્ટ બાદ જે કોઈ કસુર વાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે તે સ્થળ ઉપર વધુ મજબૂત બેરીગેટો લગાવવામાં આવશે.