હિમાંશું ભટ્ટ/મોરબી: છેલ્લા ઘણા સમયથી કાજલ હિંદુસ્તાનીનો મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ છે તેને લઈને પાટીદાર સમાજમાં રોષની લાગણી છે અને કાજલ હિંદુસ્તાનીના વિરોધમાં આજે પાટીદારોનું મહાસંમેલન યોજાયું. મોરબીમાં ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં પોલીસે જણાવ્યુ છે કે, મોરબીની એક જ કોલેજ માંથી સાત દીકરી સાથે જે પ્રકારનો વિડીયો છે તેવી કોઈ ઘટના બનેલ નથી તેમ જણાવીને કાજલ હિંદુસ્તાનીની વાતનું આડકતરી રીતે ખંડન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ કેમ ભાજપે ના કાપી રૂપાલાની ટિકિટ, એક નહીં આટલા છે કારણો


સુરતમાં થોડા સમય પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી. “જેમાં કહ્યું હતું કે એક જ કોલેજની સાત પટેલની દીકરીઓને બોય ફ્રેન્ડ મુસલમાન બનાવેલ છે અને અંદરો અંદર બોય ફ્રેન્ડ સ્વેપિંગ કરેલ છે અને 40 લાખ રૂપિયાની ગાડી લઈને ગિફ્ટ આપી દીધેલ છે. પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે અન માતા રિલ્સ બનાવવામાં વ્યસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે. તેમાથી બે પાંચ લાખ લે તો કોને ખબર પાડવાની છે” જે ખોટી વાત છે. 


'કર્મની સજા અહીં જ ભોગવવી પડે છે', રાજ શેખાવતની અટકાયત બાદ આ અભિનેત્રીની પોસ્ટ વાયરલ


તેવું મોરબીના પાટીદાર સમાજના આગેવાનો કહી રહ્યા છે અને તેના જ માટે આજે સાંજે આઠ વાગ્યે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં રવપર રોડ ઉપર આવેલ બાપસીતા રામ ચોકમાં પાટીદાર મહાસંમેલન યોજાયું. બીજી બાજુ આજે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. 


'રાજપૂતો ભેગા મળી રૂપાલાને હરાવો', આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર


જેમાં તેમણે જણાવ્યું કે સોશિઅલ મીડિયામાંથી વીડિયો મળ્યો છે. જેમાં મોરબીની એક જ કોજેલમાંથી સાત દીકરીને વિધર્મીઓ ભગાડી ગયેલ છે. આ વિડીયો બાબતે સ્પષ્ટતા કરતાં અધિકારી કહ્યું હતું કે આવો કોઈ બનાવ કે કિસ્સો મોરબીમાં બનેલ નથી અને જો આવી કોઈ ઘટના બને તો મહિલાની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. કાજલ હિંદુસ્તાનીએ મોરબીની જે ઘટના વિષેની વાત સ્ટેજ ઉપરથી કરી હતી, તેનું આડકતરી રીતે મોરબી પોલીસે ખંડન કર્યું છે.