મૌલિક ધામેચા/અમદાવાદ: થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધામા ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ગોલ્ડ મેડલ ગાંધીનગરના બે યુવાનોએ અપાવી ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તર રોશન કર્યું છે. ગાંધીનગરના પૂર્ણાંક પટેલ અને તનવીર રાણા છેલ્લા ઘણા સમયથી આ માટે પ્રેક્ટીસ કરતા હતા જેનું આ પરિણામ દેશનું નામ રોશન કરવા કામે આવ્યું છે. થાઈલેન્ડમાં યોજાયેલી આ ઇન્ટરનેશલ સ્પર્ધામા ત્રણ દેશો વચ્ચે રસાકસીભરી આ મેચ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183454","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Throw-ball","field_file_image_title_text[und][0][value]":"Throw-ball"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Throw-ball","field_file_image_title_text[und][0][value]":"Throw-ball"}},"link_text":false,"attributes":{"alt":"Throw-ball","title":"Throw-ball","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગાંધીનગરના બે યુવાનોએ જીત્યો ગોલ્ડ
થાઇલેન્ડમાં યોજાયેલ ઇન્ટરનેશલ થ્રો બોલ સ્પર્ધાની ફાઇનલમાં ભારતની શાનદાર જીત થઇ હતી. ભારતનું નામ રોશન કરનાર આ બને યુવાનોનુ અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વગત કરવામા આવ્યુ હતુ. આ બનેની સફળતાને લીધે લોકોએ તેમજ પરિવાર જનોએ તેમનુ સ્વાગત કરીને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી એક રેલી નુ પણ આયોજન કર્યુ હતુ.