નિશાળે ગયા વિના નાનકડું ટેણિયું ગણિતમાં છે માસ્ટર; 5 વર્ષીય રિષભ માતંગની છે અનોખી કળા
કચ્છના અંજારનો 5 વર્ષીય રિષભ માતંગ ધોરણ 8 સુધીના દાખલા મૌખિક ઉકેલે છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારએ પણ રિષભને મળેલ કુદરતી શક્તિને બિરદાવી હતી.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: એકડો શીખવાની ઉમરે કચ્છના અંજારનો 5 વર્ષીય રિષભ માતંગ ગણીતના અઘરા દાખલા ઉકેલી રહ્યો છે. ધોરણ 8 સુધીના દાખલા મૌખિક ઉકેલે છે.
રિષભ માતંગ ગણિતના અઘરા કોયડાઓ ઉકેલે છે..
આજના આધુનિક યુગમાં પણ મળતી કુદરતી બક્ષિસ આશ્ચર્ય પમાડે છે. હજુ ખેલ કુદ અને ભણતરની ભાન ન હોય તેવી પાંચ વર્ષની ઉમરે અંજારનો રિષભ માતંગ ગણિતના અઘરા કોયડાઓ ઉકેલી રહ્યો છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારએ પણ રિષભને મળેલ કુદરતી શક્તિને બિરદાવી હતી. સામાન્ય રીતે પાંચથી દસ વર્ષના બાળકોમાં રમત વૃતિ હોય છે.
અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપર પકડ ધરાવે
અત્યારના સમયમાં મોબાઇલમાં કાર્ટૂન તરફનો ઝુકાવ જોવા મળે છે પણ અંજારમાં રહેતો 5 વર્ષનો રિષભ મોહનલાલ માતંગ 5 વર્ષની ઉંમરે જ વૈદિક ગણિત પધ્ધતિથી ધોરણ આઠ સુધીમાં આવતા તમામ દાખલાઓ ગણતરીની સેકન્ડોમાં ઉકેલી લે છે. ઉપરાંત આ બાળકે શાળાએ પગ નથી મુક્યો પણ અંગ્રેજી અને હિન્દી ભાષા ઉપર પકડ ધરાવે છે
જયાં સુધીના કહો ત્યાં સુધીના ઘડીયા જાતે બોલી શકે
રિષભના દાદા ભોજરાજભાઈ માતંગે જણાવ્યું હતું કે, પરિવારને પણ આશ્ચર્ય થતું પણ તેને મળેલી કુદરતી શક્તિને પારખી તેનું ઘડતર કરવા માટે તે મોબાઈલમાં પણ ગણિતને લગતા જ વિડીયો જોતો થયો અને અત્યારે હજી પાંચ વર્ષનો છે પણ 40 સુધીના ઘડીયાતો બોલે છે. પણ સાથે તમે જયાં સુધીના કહો ત્યાં સુધીના ઘડીયા જાતે બોલી શકે છે.
ગણિતના ગમે તે દાખલા આપો તે ગણતરીની સેકન્ડોમાં જવાબ
હજુ તેણે શાળામાં પગ પણ નથી મુક્યો પણ વૈદિક ગણિત પધ્ધતિથી ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ગણિતના ગમે તે દાખલા આપો તે ગણતરીની સેકન્ડોમાં કરી લે છે. આ બાબતે બાજુમા ચાલતા ટયુશન કલસમા મુકી સાચા ખોટની પરખ કરી તો આશ્ચર્ય રીતે તમામ ગણતરીઓ સાચી હતી.
અઘરા સવાલો કર્યા તો તેના પણ આસાનીથી જવાબ
જ્યારે આ અંગે ટયુશન ક્લાસ ચલાવતા કોમલ રાજગોરે જણાવ્યું હતું કે ટયુશનમા આવતા ધોરણ 8 અને 10ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પુછવામાં આવે તો પણ રિષભ જવાબ આપી રહ્યો હતો. જેથી તેને વધુ ગણિતના અઘરા સવાલો કર્યા તો તેના પણ આસાનીથી જવાબ આપી રહ્યો છે.