દાહોદ: જીલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે.  દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો  તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો  વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે. તેની  ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા  સાથે ફરે છે. આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા 2 શખ્સ, પોલીસે લોકોને અફવા નહી ફેલાવા કરી અપીલ


જો કે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યાર બાદ શરુ થાય છે. ખરો ખેલ ગામના કુવારા યુવકો સિમળાના ઝાડના થડની આજુ બાજુ ગોઢવાઈ જાય છે, અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે  છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશીશ કરે કે તરતજ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે. તેમ છતાય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે. જો કે હાલ આ પ્રથા રહી નથી પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે. 


બનાસકાંઠામાં અશ્વોની અનોખી મેરેથોન, અશ્વોને જોઇને કહેશો વાહ...


આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાંનાથી જ ચાલતો આવે છે, કારણ કે એવી માન્યતા છે કે કોઈ વિરલો આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે. તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે, માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે આજે આ મેળોએ પોતાની જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે, પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહિયાં ઉમટી પડે છે. આજે આદિવાસી પરંપરાઓ ભૂલાઈ જવાને આરે છે, ત્યારે આ રીતના  આયોજનથી ભાવી પેઢી પણ આધુનિકતાની દોડમાં પોતાની પરંપરાના ભૂલે તેના માટે જ આવા આયોજનો થવા યોગ્ય પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube